જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કરતી એલસીબી નર્મદા

જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કરતી એલસીબી નર્મદા
Spread the love

હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા સૂચના અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓના સુપરવિઝન હેઠળ સી.એમ.ગામીત પો.સ.ઈ એલસીબીનાઓ તથા તેમજ એલસીબી સ્ટાફ સાથે રાજપીપળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ મહેશભાઈ રમણભાઈ એલ.સી.બી નાઓને બાતમી મળેલ કે સિંધીવાડ કબ્રસ્તાન પાસે કેટલાક વ્યક્તિઓ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહેલ છે.

જે ચોક્કસ બાતમી આધારે પો. સ. ઈ એલ.સી.બી તથા એલ.સી.બી સ્ટાફના પોલીસમાં માણસો બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગે રેડ કરતા કેટલાક ઇસમો ટોળું વળીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહેલ હોય, તેઓની ઝડપી પાડી જે પૈકી નિઝામ ફકરૂદ્દીન શેખ (રહે, બાવાગોર, રાજપીપળા), ઇમરાન સિકંદર મલેક, અબ્દુલ કાદરી ગુલામભાઈ અબ્દુલ, મહમદ જહાંગીર ફરીદભાઈ બચુલી ત્રણેય (રહે,બાવાગોર ટેકરા, રાજપીપળા), મોહિન ઇમામનભાઈ ગરાસીયા (રહે, આરબટેકરા, રાજપીપળા), નાઓને ગેરકાયદેસર પત્તાપાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાઈ થી રમી અંગજડતીના રોકડા રૂ.13070/- તથા મોબાઇલ નંગ -2 કિંમત રૂ. 6000/- મળી કુલ રૂ.19070/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેની વિરુદ્ધમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક, નર્મદાઓએ જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારુ વખતોવખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલસીબી નર્મદા આવી પ્રવૃત્તિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્તોનાબૂદ કરવા પ્રયત્નશીલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200707-WA0066.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!