રાજપીપળા : કેવડિયા કોલોની ખાતે જૂની અદાવતે મારા હથિયાર ઉછળ્યા

Spread the love
  • ઈકોકારની કાચની તોડફોડ કરી નુકસાન
  • જાનથી મારી નાખવાની ધમકી બે ઈસમો સામે ફરિયાદ

કેવડિયા કોલોની ખાતે જૂની અદાવતે ઝપાઝપી મારામારી પ્રકરણમાં મારા પર હથિયારો બેઝબોલ ની બેટ, ધારિયા વડે જીવલેણ હુમલો કરી ઈકો કારની કાચની તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો સામે કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી શારદાબેન અશ્વિનભાઈ ભાણાભાઈ તડવી (રહે,બ્લોક નંબર 23/ 133, કેટેગરી સી કેવડીયાકોલોની) એ આરોપી સોમાભાઈ મનુભાઈ તડવી, રાજેન્દ્રભાઈ કેસરભાઈ તડવી બંને (રહે, કોઢી ) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ અશ્વિનભાઈ ભાણાભાઈ તડવી નામના તેમના બ્લોક સામે પોતાની ફોર વ્હીલ ગાડી નંબર જેજી 22 એ 3118 ની પાર્ક કરી બાજુમાં ખુરશી નાખીને બેઠા હતા.તે વખતે જૂની અદાવતના કારણે આરોપી સોમાભાઈ ની ઈકો ગાડીમાં બેસી શારદાબેનના બ્લોકની સામે ગાડી ઉભી કરી સાહેબ અશ્વિનભાઈને ગમે તે મા બેન સમાણી ગાળો બોલી ઝપાઝપી કરી આરોપી રાજેન્દ્રભાઈ અશ્વિનભાઈ ને પકડી રાખી તથા સોમાભાઈએ તેમના હાથમાં બેઝબોલ બેટ થી ડાબા પગે સપાટા મારી તથા ઈકોગાડી માંથી ધારીયુ કાઢીને શારદાબેનની ફોરવીલને ધારિયાના સપાટા મારી ગાડીના કાચ તોડી નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!