આહવા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થયા બાદ ઉ. સરપંચ હરિરામ સાવંતે પદભાર સંભાળ્યો

આહવા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થયા બાદ ઉ. સરપંચ હરિરામ સાવંતે પદભાર સંભાળ્યો
Spread the love

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથકે આવેલ આહવા ગ્રામ પંચાયતના સરપંચ સામે આવિશ્વાસ ની દરખાસ્ત મુકાયા બાદ સરપંચની ખાલી પડેલ જગ્યાએ વિધિવત ઉપ સરપંચ ને ચાર્જ અપાતા હરિરામ સાવંતે આજે પદભાર સાંભળ્યો હતો. મળતી માહિતી મુજબ આહવા ગ્રામ પંચાયત માં મહિલા સરપંચ દ્વારા મનસ્વી કારભાર અને બાંકડા,સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવા બાબતે મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત મંજુર થતા સરપંચની જગ્યા ખાલી પડી હતી.

પંચાયત ધારા મુજબ સરપંચ ની ખાલી પડેલ જગ્યાએ જ્યાં સુધી ફેર ચૂંટણી ન યોજાય ત્યાં સુધી ગ્રામ પંચાયતમાં વિકાસકીય કામો ન અટકે તે માટે ઉપસરપંચ ને ચાર્જ આપવામાં આવે છે.તે મુજબ આજ રોજ આહવા ગ્રામપંચાયત ના સરપંચ તરીકે હરિરામ સાવંતે વિધિવદ પદગ્રહણ કરી વિકાસ ની હરણફાળ કરવા મંડાણ કર્યા હતા. હરિરામભાઈ લોકહિત ના કામોને મહત્વ આપતા હોય આહવા નગરમાં લોકચાહના મેળવી ચુક્યા છે. તેઓને સરપંચ પદ ને આગળ લઈ જવા તેમના શુભેચ્છકો,સુભચિંતકો,એ આશીર્વાદ આપ્યા હતા.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200731-WA0028.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!