રોટરી કલબ ગાંધીનગર દ્વારા જેતપુરની દીકરી જાખોત્રા હેતલબેનને સન્માનપત્ર આપી બિરદાવાયા

રોટરી કલબ ગાંધીનગર દ્વારા જેતપુરની દીકરી જાખોત્રા હેતલબેનને સન્માનપત્ર આપી બિરદાવાયા
Spread the love

રોટરી કલબ ગાંધીનગર દ્વારા જેતપુરની દીકરી જાખોત્રા હેતલબેન ઘનશ્યામભાઈને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવેલા. કોરોના વોરિયર્સ એટલે કે જે વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વગર અન્ય વ્યક્તીના જીવ બચાવેલ છે ,ગરીબ લોકોને ખાવાનું પોહચડેલું ,હોસ્પિટલમાં લોકોની સેવા કરેલી છે ,તે વ્યક્તિને આપણે કોરોના વોરિયર્સ કહી શકીએ છીએ આવું જ કામ જેતપુરની જાખોત્રા હેતલબેન ઘનશ્યામભાઈ નામની દીકરીએ કોરોના વોરિયર્સનું આ કામ કરીને બતાવ્યું છે અને ગાંધીનગર ખાતેથી તેમનું સન્માન કરવામાં આવેલું છે.

કોરોનાવાયરસ જે આખા વિશ્વમાં ભારે તબાહી મચાવી હતી તે કોરોનાવાયરસ સામે લડનાર દરેક યોદ્ધા અને કોરોના વોરિયર્સ કહી શકાય આ હિસાબે મેડિકલ કર્મચારી, સફાઈ કર્મચારીઓ ,પોલીસ સુરક્ષા જવાનો, પત્રકાર, સમાજસેવકો વગેરેનો સમાવેશ કરી શકાય છે .વિશ્વના નાગરિકો માટે આ એલાન-એ-જંગ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન સાથે કોરોના વોરિયર્સ જોડાઈ ગયા છે, દેશના સાચા હીરો ફિલ્મ સ્ટાર, ક્રિકેટર નહીં પણ આ પૂર્ણ વ્યક્તિ દેશના સાચા હીરો છે અને દેશના સાચા રક્ષક ,એક યોદ્ધા કહી શકીએ છીએ , આ યોદ્ધાઓએ ઉનાળાની કાળઝાળ ગરમી પોલીસકર્મીઓ અને સુરક્ષા જવાનો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

lockdown ની અંદર પણ ચુસ્તપણે પાલન કરી ઘરમાં રહીને કોરોના અટકાવવા મદદરૂપ થયેલ તેમજ લોકોને જરૂરિયાત સમયે ભોજન પણ પહોંચાડવું સમાજ સેવાઓ આ બધા લોકોએ કરેલી એ બધા કોરોના વોરિયર્સ કોરોના છે વોરિયર્સ નો જુસ્સો જળવાઈ રહે તે માટે તાળી પાડી, થાળી વગાડી, દીપ પ્રગટાવીને દેશના દરેક નાગરિક સન્માન કર્યું કોરોના સામે જંગ કોરોના યોદ્ધાઓ સિવાય જીતી શકાય તેમ ન હતો માટે કોરોના વોરિયર્સ માન સન્માન જળવાઇ રહે તેનો જુસ્સો ટકી રહે તેવા પ્રયત્નો આપણા તરફથી અને આપણી સરકાર દ્વારા માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા છે,તેમજ આ કોરોના વોરિયર્સ નું માન સન્માન જાળવવું એ પણ આપણી એક નૈતિક ફરજ છે,આ કોરોના વોરિયસે તન મન ધનથી લોકોના જીવ બચાવ્યા છે,તેમની સેવા કરી છે ,આ કોરોના વોરિયર્સને લાખ લાખ સલામ…

રિપોર્ટ : હાજાભાઈ ઢોલા (માણાવદર)

IMG-20210305-WA0036.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!