કોરોના કાળમાં માતા-પિતા પરલોક જતા રહેતા પુત્ર અલોક બન્યો અનાથ

કોરોના કાળમાં  માતા-પિતા પરલોક જતા રહેતા પુત્ર અલોક બન્યો અનાથ
Spread the love

દ્વારકા મામાને ઘેર રહેતા અનાથ અલોકને સરકારી સહાય મળવા ઉઠતી માંગ : કોરોનાથી માત્ર ૩૬ કલાકમાં અલોકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી

દ્વારકા : રાજયસરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન જીવ ગુમાવનાર માટે ની સહાય માટે મોટી મોટી જાહેરાતો કર્યા બાદ યોગ્ય સર્વે હાથ ધરાયો ન હોય. અન્ય એક બાળક આલોકે પોતાના માતા પિતા ગુમાવ્યા હોવાની વાત સામે આવી છે.વાત કરીએ તો દ્વારકા માં પોતાના મામા મામી ને ત્યાં રહેતો આલોક જેમના માતાં ને પ્રથમ કોરોના સંક્રમિત થતાં દ્વારકા બાદ જામનગર હોસ્પિટલ દાખલ કરાયેલ .આલોક ના માતા ભાવનાબેન ને ગત 1/5/2021 ના દાખલ કરાયા બાદ પાંચેક દિવસ માં આલોક ના પિતા પ્રકાશ ભાઈ ને પણ કોરોના થયો હતો અને પ્રકાશ ભાઈ 8/5/2021 ના રોજ રાત્રીના કોરોના માં અવસાન થયા બાદ 10/5/2021 ના બપોર નાં સમયે આલોકે પોતાની માતા ભાવના બેન પણ ગુમાવ્યા..પિતા ના અવસાન બાદ માતા એ પણ માત્ર 36 ક્લાક ના અંતરે મોત ની વાટ પકડી હતી .આલોક પ્રકાશ ભાઈ અને ભાવના બેન નો એક માત્ર દીકરો હતો જેમને આજે કિશોર વયે પોતાની છત્રછાયા ગુમાવી છે.હાલ આલોક પોતાના મામા ને ત્યાં દ્વારકા ખાતે રહેવા આવી ગયેલ છે અને આલોક માં મામા એ પણ સરકાર ને કોરોના સંદર્ભે મદદ ની ગુહાર લગાવી છે જેથી આલોક નું ભવિષ્ય ઉજ્વળ બની સકે હાલ આલોક નવ પાસ કરી દસ માં ધોરણ માં આવ્યો છે ત્યારે આલોકે પોતાને સરકારી મદદ મળે તેવી યાચના રાજ્ય સરકાર સુધી વાત પહિચડાવા અપીલ કરી છે.

રિપોર્ટ : રાકેશ સામાણી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!