રાજકોટ માં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સઘન અમલીકરણ અર્થે કલેકટરના અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઈ.

રાજકોટ માં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના સઘન અમલીકરણ અર્થે કલેકટરના અધ્યક્ષસ્થાને સમિક્ષા બેઠક યોજાઈ.
Spread the love

રાજકોટ na જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આજે યોજાયેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સમિક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ. કલેકટરએ સબંધિત વિભાગના અધિકારીઓને અનાથ બનેલા બાળકોના આરોગ્યની ચિંતા કરી તેમને સત્વરે અમૃતમ કાર્ડ આપવા તેમજ આવા બાળકોની સમયાંતરે આરોગ્ય ચકાસણી કરવા, તેમને સારામાં સારૂં શિક્ષણ પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, કોરોનાની વૈશ્વીક મહામારીના સમય દરમિયાન રાજયમાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથે લોન અને સહાય આપી તેમને હૂંફ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલી બનાવવામાં આવી છે. ત્યારે સબંધિત વિભાગના અધિકારીઓએ તેમના વિભાગ હસ્તકની યોજનાનો લાભ લાભાર્થી તમામ બાળકોને મળી રહે તે માટેના કાર્યના વાહક બની સાચા અર્થમાં અનાથ બાળકોના પાલક બનવું પડશે. આ બેઠકમાં ઉપસ્થિત જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસે રાજકોટ જીલ્લામાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જીલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા-પિતા બન્ને ગુમાવનાર ૦ થી ૧૮ વર્ષની વયના બાળકોની કુલ-૭૦ અરજી મળી છે. જ્યારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા) નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા ૦ થી ૧૮ વર્ષની વયના ૩૭૦ બાળકો મળી કુલ-૪૪૦ બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ

Advertisement
Right Click Disabled!