.રાજકોટ માં S.T ડિવિઝન દ્વારા તમામ બસોમાં ૧૦૦% બેઠક ક્ષમતા મુજબ મુસાફરો બેસાડવાનું શરૂ કરી દેવાયું

.રાજકોટ માં S.T ડિવિઝન દ્વારા તમામ બસોમાં ૧૦૦% બેઠક ક્ષમતા મુજબ મુસાફરો બેસાડવાનું શરૂ કરી દેવાયું
Spread the love

રાજકોટ માં S.T ડિવિઝન અને બસપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી તમામ બસોમાં ૧૦૦% બેઠક ક્ષમતા મુજબ મુસાફરો બેસાડવાનું શરૂ કરી દેવાયું છે. આજે સવારથી જ બસપોર્ટ પર ચિક્કાર ટ્રાફિક જોવા મળ્યો હતો. કોરોના કાળમાં મુસાફરોનાં અભાવે આવકમાં તોતિંગ ગાબડું પડયું હતું પરંતુ હવે આવક વધવાની આશા છે. સામાન્ય રીતે ચોમાસામાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે પણ કોરોનાકાળ બાદ વધી ગઈ છે. ગ્રામ્યથી લઈને એકસપ્રેસ રૂટની બસોમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટ થી મોગલધામ ભગુડા વચ્ચે આજથી S.T નિગમની એકસપ્રેસ બસ સેવાનો પ્રારંભ થયો છે. આ બસ રાજકોટના ઢેબર રોડ બસપોર્ટ ખાતેથી દરરોજ બપોરે ૨:૧૫ કલાકે ઉપડશે અને અમરેલી તથા મહુવા થઇ ભગુડા પહોંચાડશે. ભગુડા ખાતે રાત્રિ રોકાણ કરશે અને ત્યાંથી સવારે ૫:૧૫ કલાકે રાજકોટ આવવા ઉપડશે ભકતોની લાંબા સમયથી માંગણીને ધ્યાને લઇને રાજકોટ-ભગુડા વચ્ચે સીધી એકસપ્રેસ બસ સેવા શરૂ કરાતા ખુશીની લહેર પ્રસરી ગઇ છે. રાજકોટ S.T ડિવિઝન દ્વારા મુસાફર જનતાને નવી બસ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જામનગર-ભગુડા વાયા રાજકોટ બસ સેવાનો પણ જામનગર ડિવિઝન દ્વારા પ્રારંભ કરાયો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!