હવે સ્મશાનો પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કયાંક ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા તો ક્યાંક ખાટલાં વધારાયા

હવે સ્મશાનો પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કયાંક ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા તો ક્યાંક ખાટલાં વધારાયા
Spread the love

હવે સ્મશાનો પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કયાંક ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા તો ક્યાંક ખાટલાં વધારાયા
ચિતાઓની સંખ્યા વધારી લાકડાઓનો પણ સ્ટોક કરી લેવાયો : બીજી લહેર વખતે સ્મશાનમાં લાગેલી લાઈનો બાદ સ્મશાનો પણ તૈયારીઓ

કોરોનાની બીજી લહેરનાં દ્રશ્યો લોકો ભૂલ્યા નથી,સારવાર માટે હોસ્પિટલ બહાર ઠેર-ઠેર એમ્બ્યુલન્સોની લાઈનો, બેડની અછત, બેડ મળે તો ઓક્સિજનની અછત, દવા-ઈન્જેક્શનની અછત, ઓક્સિજન વગર તડપીને મોત, મોત બાદ પણ અંતિમક્રિયા માટે સ્મશાનોમાં લાંબુ વેઈટિંગના દ્રશ્યો કંપારી છૂટી જાય તેવા છે. સ્મશાનોમાં 24 કલાક ભઠ્ઠીઓ ધમધમતી હતી.તેવામાં હવે ત્રીજી લહેરની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર, હોસ્પિટલ તંત્ર ત્રીજી લહેર માટે તૈયારીઓ કરી રહ્યા છે. પણ સાથે સાથે હવે સ્મશાનો પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ કરી રહ્યા છે.

કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર છે. બીજી લહેરમાં કોરોનાએ મચાવેલાં આતંકને પગલે મૃતદેહોના ઢગલા થયા હતા. રાજકોટમાં પણ કોરોનાએ કાળો કેર વર્તવ્યો હતો અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં 24 કલાકનું વેઇટિંગ કોઈ ભુલ્યું નથી. ત્યારે આ પરિસ્થિતિ ન સર્જાઈ એવું જ બધા ઇચ્છી રહ્યા છે.

પરંતુ જો કદાચ ત્રીજી લહેર આવે તો શું અને તેમાં જો લોકોનાં મૃત્યુ થાય તો મૃતદેહોને 24-24 કલાક સુધી અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે એ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહમાં તૈયારીઓ કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર માત્ર ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા વિભાગ માટે લાકડાનો સ્ટોક કરવામાં આવ્યો છે. તો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે 9 ખાટલાં પણ તૈયાર રાખવાં આવ્યા છે.

 

રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી

IMG-20210723-WA0050.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!