મોરબીમાં ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે “આઝાદ પાર્ક”નું લોકાર્પણ

મોરબીમાં ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે “આઝાદ પાર્ક”નું લોકાર્પણ
Spread the love

મોરબી : સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબી શહેરમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની યાદમાં આઝાદ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે ગઇકાલે તા.23 ને શુક્રવારના રોજ ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના-મોરબી અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આઝાદ પાર્ક ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ આઝાદ પાર્કમાં બાળકો માટે લપસીયા, હીંચકાઓ મુકવામાં આવ્યા છે. સાથે બાળકોમાં ક્રાંતિકારી વિચાર આવે, દેશ પ્રત્યે પ્રેમ જાગૃત થાય તે માટે બનાવવામાં આવેલ છે. સાથે આ પાર્કની વિશેષતા ચંદ્રશેખર આઝાદના ચિત્રો, સ્વચ્છતાના ચિત્રો, દેશભક્તિના ચિત્રો, વૃક્ષો વાવોના સંદેશનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં નિર્માણ પાછળનો હેતું બાળકોમાં દેશ ભક્તિ સાથે કેન્દ્રની મુલાકાતે આવતા બાળકો અને લોકોમાં પશુઓ-પંક્ષીઓ પ્રત્યેનો પણ પ્રેમ જાગે તે હેતુથી આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગઇકાલે તા.23 ના રોજ મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે આઝાદ પાર્ક ખુલ્લું મુકાયું હતું. આ તકે ક્રાંતિકારી સેના-મોરબી તથા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો સાથે દેશ ભક્ત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોએ આઝાદ પાર્ક મુકતાની સાથે જ આનંદ માણ્યો હતો. સાથે ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ : (જયેશ બોખાણી)

IMG-20210724-WA0007-2.jpg IMG-20210724-WA0006-0.jpg IMG-20210724-WA0009-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!