ખેડબ્રહ્મા માં પીએસઆઇ પી.પી.જાનીને ઇ-કોપ એવોર્ડ એનાયત

ખેડબ્રહ્મા માં પીએસઆઇ પી.પી.જાનીને ઇ-કોપ એવોર્ડ એનાયત
Spread the love

સાબરકાંઠા જિલ્લા હસ્તકના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે શ્રી પરેશકુમાર પ્રવીણ કુમાર જાની નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે.
જેમને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ” ઇ-કોપ ઓફ ધ મન્થ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગાંભોઇ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પરેશકુમાર પ્રવિણકુમાર જાનીએ પોકેટ કોપ ની વ્યક્તિ સર્ચ એપ્લિકેશનની મદદથી જુલાઈ 2021 ના માસમાં ભરૂચ જિલ્લાના અપહરણના ગુનાની બે બાળકીઓ શોધી કાઢી શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેમની આ કામગીરી માટે પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર આશિષ ભાટિયા દ્વારા ‘ઇ-કોપ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો સાથે ભવિષ્યમાં પણ આપ આ જ રીતે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઇકો એવોર્ડ એનાયત થતાં સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ પીએસઆઇ પી.પી.જાનીને સાબરકાંઠા એસપી અને ગાંભોઇ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓએ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!