દ્વારકાના ચરકલા ગામનો છ દાયકા જૂનો ડેમ તૂટવાના આરે : લોકો માં ભય નોમહોલ

દ્વારકાના ચરકલા ગામનો છ દાયકા જૂનો ડેમ તૂટવાના આરે : લોકો માં ભય નોમહોલ
Spread the love

દ્વારકાના ચરકલા ગામનો છ દાયકા જૂનો ડેમ તૂટવાના આરે : લોકો માં ભય નોમહોલ

દ્વારકા : રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો હતો અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતાં જેના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી જવાથી તારાજી સર્જાઈ હતી.જેના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયાના આંકડાઓ બહાર આવી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસતા જિલ્લાના અનેક ડેમો છલકાઈ ગયા હતા જેમાં દ્વારકાના ચરકલા ગામનો છ દાયકા જૂનો પૌરાણિક જીજીવારી ડેમ પણ ઓવરફ્લો થઈ જતા તૂટવાના આરે છે દ્વારકા પંથકમાં ગત અઠવાડિયે ભારે વરસાદ પડ્યો હતો જેના લીધે અનેક ડેમો-નદીઓ છલકાઈ ગયા હતા.
ત્યારે દ્વારકા નજીક ચરકલા ગામનો ૬ દાયકા જૂનો જીજીવરી ડેમ ઓવરફ્લો થઈ જવાને લીધે ડેમની ત્રણેય સાઈડના પાળા જર્જરિત થઈ ગયા છે.જેના લીધે આ ડેમ તૂટવાની ભીતિથી ગ્રામજનોમાં ડર પેદા થઈ ગયો છે. જો હવે બે ઇંચ વરસાદ પડે તો ડેમ ચોક્કસપણે તૂટી જવાની વકી છે દેવભૂમિ દ્વારકાથી ૨૦ કિલોમીટર દુર આવેલું ચરકલા ગામ જંગલ વિસ્તારથી ધેરાયેલુ છે. ગામના પાદરમાં આશરે સાઈઠ વર્ષ જુનો પાણીનો ડેમ આવેલો છે. ચરકલા ગામવાસીઓના જણાવ્યા મુજબ આ ગામમાં કોઇ કુવો કે બોર નથી. જેથી પીવાના પાણી સાથે અહીના ૧૫૦ થી વધુ ખેડુતોના ખેતર આ ડેમ પર નિર્ભર છે.ગતવર્ષે પડેલા અતિ વરસાદથી આ ડેમની પાળી તૂટી ગઈ હતી. જેથી ત્યા માટીની દિવાલ કરવામાં આવી હતી. આ વર્ષે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં જીજીવારી સહિતના બધા ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે જીજીવારી ડેમમાં પાણી ભરાતા પાળી તૂટવાની ભીતિ ગ્રામજનોમાં સેવાઇ રહી છે ગામ લોકોના જણાવ્યા અનુસાર, ગતવર્ષે તંત્ર ડેમની પાળી અંગે જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતા કોઇ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. જો આ ડેમની પાળી તૂટશે તો પચાસ જેટલા ખેતરોમાં પાણી ભરાઈ જવાને લીધે ખેતરોના ધોવાણ થઈ જાય તેમ છે. આ ઉપરાંત ગામના ખેડુતો પાણી વગર બરબાદ થવાનો વારો આવે એમ છે. હાલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, હવે જો બે ઇંચ વરસાદ પડે તો ડેમ ચોક્કસપણે તુટી જવાની વકી છે સીચાઇ વિભાગ દ્વારા આ ડેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવે હતું કે હાલ માટીથી પાળી બનાવવામાં આવશે અને ત્યારબાદ એન્જિનીયર દ્વારા નિરીક્ષણ કરી પાકી કોક્રીટ દિવાલ બનાવવામાં આવશે.

રિપોર્ટ : રાકેશ સામાણી

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!