હિંમતનગર:72 માં વન મહોત્સવ ની ઉજવણી

હિંમતનગર:72 માં વન મહોત્સવ ની ઉજવણી
Spread the love

હિંમતનગર:72 માં વન મહોત્સવ ની ઉજવણી,

કદંબનું વૃક્ષ વાવીને.
હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ કટ્ટી ધામ ખાતે ૭૨માં વન મહોત્સવમાં કદમ્બનું વૃક્ષ વાવી હરિયાળા વનો તરફ આગે કદમ ભર્યા. રોપીએ તેટલા ઉછરે તેવું સૌને આહવાન કર્યું: છોડમાં રણછોડ છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કટ્ટી ધામ કડોલી ખાતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વન વિભાગના કર્મીઓ તથા ગ્રામજનો અગ્રણીઓ દ્વારા ૭૨માં વન મહોત્સવને ઉત્સાહપૂર્વક વૃક્ષ વાવીને ઉજવ્યો

પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેંજ  હિંમતનગર ક્ષેત્રીય રાયગઢ તથા કટ્ટીધામ કડોલીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં તા. ૨૩/૯/૨૦૨૧ને ગુરુવારે સવારે ૯:૧૫ કલાકે કટ્ટી ધામ કડોલી ખાતે ૭૨માં તાલુકાકક્ષાના વન મહોત્સવનો શુભારંભ કદંબના વૃક્ષનુ વાવેતરથી કરાવ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સાબરમતી નદીને કિનારે વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું હતું
અને હરિયાળા વન બને તે માટે સૌએ સંકલ્પ લીધો હતો
અને મહાનુભવોને તુલસીના છોડની છાબડી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ કદમના વૃક્ષો વાવેતર કરી હરિયાળા વનો બને તે દિશામાં આગે કદમ ભરતાં જણાવ્યું હતું કે, સ્વ કનૈયાલાલ મુનશી દ્વારા વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને રાજ્યમાં વનોની વૃદ્ધિ થાય, હરિયાળું ગુજરાત, ક્લીન ગુજરાતની કલ્પના સાકાર થાય તે દિશામાં સૌએ સહિયારો પ્રયાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો. ફોરેસ્ટ ખાતાના કર્મીઓ વિનામૂલ્યે વૃક્ષો આપે છે તે ગામની ગૌચર, પડતર, સેઢાપાળા પર વાવીને વૃક્ષ ઉછેર કરવો તે સમયની માંગ છે. કોરોના કાળમાં વૃક્ષોનું મહત્વ સૌને સમજાયું છે ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. છતાં પણ હજી લોકોમાં એક પ્રકારની જાગૃતતા લાવીને નક્કર પ્રયાસ કરીને જે વૃક્ષ વાવીએ છીએ તે કેટલા ઉછેરે છે  અને જે મૃત વૃક્ષો થાય છે તે વચ્ચેનો ગેપ મોટો છે તે ઘટાડવા ઉપર ભાર મૂક્યો હતો. હિંમતનગર પાલિકા દ્વારા જે વૃક્ષોનુ વાવેતર કર્યું છે તે ૯૯ ટકા ઉછેર્યા છે અને હાલમાં બીજા ૩૧ હજાર વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કર્યું તે સરાહનીય છે. ગામડામાં પણ સ્વયંમ  લોક જાગૃતિ આવે તે જરૂરી છે છોડમાં રણછોડ છે. દસ પુત્રો બરાબર એક વૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ અને ઉલ્લેખ જોવા મળે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું સૂત્ર
સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને હવે તેમાં ઉમેરો કરીને સૌનો પ્રયાસ સૂત્રને સૌ સાથે મળીને સાકાર કરીએ.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો તાજેતરમાં ૭૧મો જન્મદિવસ ઉજવાયો અને ૭૨ માં વર્ષમાં તેમણે મંગળ પ્રવેશ કર્યો છે અને આજે ૭૨માં વન મહોત્સવ પ્રસંગે આપણે સૌ સંકલ્પ કરી વૃક્ષો વાવીએ વૃક્ષ ઉછેર કરીએ હરિયાળા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીએ ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે તેને સુધારવા વૃક્ષો ઉપકારક સાબિત થશે. બાળકો વૃક્ષ આપણા મિત્ર છે તેના ઉપર નિબંધ લખે છે પણ આપણે સૌ વૃક્ષ ઉછેરીને તેને સાર્થક કરવાનું છે.
વૃક્ષોનું માનવીના જીવનમાં ખૂબ અનેરૂ મહત્વ છે વૃક્ષો સંવેદનશીલ છે આપણને  ફળ, ફુલ, લાકડું તેમજ આર્થિક ઉપાર્જન કરાવે છે તે કદી ભૂલવું ન જોઈએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સભ્યો, સરપંચ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ પટેલ, કટ્ટીધામના ટ્રસ્ટી વિષ્ણુભાઈ, હિંમતનગર તાલુકા સંગઠનના પ્રમુખ હસમુખભાઈ પટેલ, હિંમતનગર પરિક્ષેત્ર વન અધિકારી  એચ. કે. પંડ્યા, રાયગઢના પરિક્ષેત્ર વન અધિકારી એ.એમ. સિસોદિયા ગ્રામજનો વન વિભાગના કર્મીઓ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વન મહોત્સવને સુંદર રીતે ઉજવ્યો હતો. અંતમાં આભારવિધિ પ્રજ્ઞા ગોસ્વામીએ કરી હતી.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!