શિહોરીમાંથી જુગાર રમતા કુલ ૩૨ ઈસમો ને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

શિહોરીમાંથી જુગાર રમતા કુલ ૩૨ ઈસમો ને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા
Spread the love

શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ૩૨ ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,૧,૩૧,૬૨૦/-નૉ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

*શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
*શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર* નાઓના માર્ગદર્શન હેઠળ
*.પો. સ. ઇ એસ.જે .દેસાઈ તથા અ.હેડ. કો વદ્દુજી તથા મનીષભાઈ પો. કો ભરતભાઈ તથા કિસ્મતજી તથા ધર્મેન્દ્રસિંહ તથા અશોકભાઇ તથા પ્રવીણભાઈ* નાઓ શિહોરી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ધનેરા તા કાંકરેજ ગામ ની સીમ મા કિરણભાઈ પટેલ રહે કરણપુર તા બહુચરાજી તથા રાજાભાઈ વેરશીભાઈ રબારી રહે ધનેરા તા કાંકરેજ વાળા રાજાભાઈ વેરશિભાઈ રબારી ના ખેતર માં હોલ બનાવી હૉલની અંદર ગંજી પાના વડે પૈસા થી હાર જીત ની જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યા એ થી ૩૨ ઈસમોને પકડી જુગાર ના સાહિત્ય સાથે રોકડ રકમ ૩૦૮૨૦/- તથા મોબાઈલ નંગ -૨૭ કી રૂ.૮૭૦૦૦/- તથા પ્લાસ્ટિકના જગ ટેબલ ખુરશી કી રૂ ૧૩૭૦૦/- તથા પ્લાસ્ટિક ના કોઇન સાથે કુલ મુદ્દામાલ કી રૂ ૧.૩૧.૬૨૦ મળી આવતાં સદરે ઇસમો વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીપોર્ટ સતાર મેતર

IMG-20210929-WA0012.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!