ધાર્મિક અનુયાયીઓમાં જેટલું મહત્વ ધાર્મિક ગ્રંથોનું છે તેટલું જ મહત્વ દેશના નાગરિક માટે બંધારણના પવિત્ર ગ્રંથનું છે

ધાર્મિક અનુયાયીઓમાં જેટલું મહત્વ ધાર્મિક ગ્રંથોનું છે તેટલું જ મહત્વ દેશના નાગરિક માટે બંધારણના પવિત્ર ગ્રંથનું છે
Spread the love

ધાર્મિક અનુયાયીઓમાં જેટલું મહત્વ ધાર્મિક ગ્રંથોનું છે તેટલું જ મહત્વ દેશના નાગરિક માટે બંધારણના પવિત્ર ગ્રંથનું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ભારતીય સંવિધાન દિવસના પવિત્ર અવસરે “સંવિધાન ગૌરવ અભિયાન” નો અરવલ્લીના મોડાસા ખાતેથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

સમગ્ર રાજ્યમાં ૨૬ નવેમ્બર થી ૬ ડિસેમ્બર સુધી “સંવિધાન ગૌરવ અભિયાન” કાર્યરત રહેશે

મુખ્યમંત્રીશ્રીએ મોડાસાના સર્વોદયનગર સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શહેરમાં સંવિધાનની ગરિમાને ઉજાગર કરતી “સંવિધાન ગૌરવ યાત્રા” ને પ્રસ્થાન કરાવી

દેશના નાગરિકોને મૂળભૂત ફરજોનું નૈતિકપૂર્ણ પાલન કરી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરતા મુખ્યમંત્રી શ્રી

મોડાસા, તા.26
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંવિધાન દિવસના પવિત્ર અવસરે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી “સંવિધાન ગૌરવ અભિયાન” નો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, ધાર્મિક અનુયાયીઓમાં જેટલું મહત્વ ધાર્મિક ગ્રંથોનું છે તેટલું જ મહત્વ લોકશાહીના દેશમાં દરેક નાગરિક માટે બંધારણના પવિત્ર ગ્રંથનું છે.
ભારતીય બંધારણ દિવસના સંવિધાન ગૌરવ દિવસે મુખ્યમંત્ર શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય મહાનૂભાવો દ્વારા બંધારણના પવિત્ર ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતુ.
ભારતીય બંધારણના ધડવૈયાઓએ દેશના છેવાડાના માનવી થી લઇ સર્વોચ્ચ કક્ષાએ બિરાજમાન નાગરિકોને સર્વસમાન લોકતાંત્રિક હક પ્રાપ્ત કરાવ્યા છે.બંધારણના ધડવૈયાઓએ દેશ હિત-રાષ્ટ્ર હિતને જ સર્વોપરી જાણીને જ્ઞાન, વિવેકપૂર્ણ દૂરંદેશીતા અને પરિશ્રમ દ્વારા વિરલ દસ્તાવેજ દેશને સુપ્રત કર્યો છે.
સંવિધાન દિવસના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી એ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને બંધારણના ઘડતરમાં જેમનો સિંહફાળો રહ્યો છે તેવા ડૉ.બાબા સાહેબ આંબેડકરના યોગદાનનું સ્મરણ કરતા કહ્યું કે, બંધારણનું નિર્માણ થયા બાદ ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સંવિધાન સભામાં ડૉ બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સુપ્રત કરતા કહ્યું હતું કે, ભારતીય સંવિધાન એટલું લચીલું અને સ્થિતિસ્થાપક છે કે જે પ્રવર્તમાન અને ભવિષ્યની દરેક પરિસ્થિતિ અને સંજોગો વસાત બદલી શકાશે.
તેઓએ ડૉ.બાબા સાહેબ આંબેડકરની કર્તવ્યનિષ્ઠાનું પણ ઉદાહરણ ટાંકતા કહ્યું હતુ કે, સંવિધાન ઘડતરના દિવસોમાં ઘણી બિમારીઓથી પીડાતા ડૉ.બાબા સાહેબ આંબેડકરે શારિરીક પીડા અને અનેક પડકારો સહન કર્યા બાદ પણ પ્રામાણિકતાથી સંવિધાન ઘડતર કર્યુ હતુ.
મુખ્યમંત્રી શ્રી એ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2010 માં સુરેન્દ્રનગરથી બંધારણની ગરિમાને ઉજાગર કરવા હાથીની અંબાડી પર કાઢવામાં આવેલી સંવિધાનયાત્રાને પણ યાદ કરી હતી.ત્યારબાદ તેઓએ નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમિયાન જ વર્ષ ૨૦૧૫ માં મહારાષ્ટ્ર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પૂજન કરીને 26 નવેમ્બરના દિવસને દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો હોવાનું કહ્યું હતુ. જેના ભાગરૂપે જ આજે દેશભરમાં સંવિધાન દિવસની ઉજવણી થઇ રહી છે.
ભારતીય સંવિધાન વિશ્વના વિભિન્ન દેશોના બંધારણમાં રહેલા શ્રેષ્ઠતમ તત્ત્વોનું મિશ્રણ છે જેનું આપણા દેશના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ભારતીય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, મૂળભૂત હક્ક, સાંસદીય પ્રણાલીનો અને કાર્યપદ્ધતિ નો સમાવેશ થાય છે તેમ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતુ.
ભારતીય બંધારણને ભારતીય સંસ્કૃતિ અને સમાજને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.ભારતીય સંવિધાન સર્વ ધર્મ સમભાવના મૂલ્યોનું પણ જતન કરે છે. જેમાં સામ્રાજ્યવાદ કે સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહીના મૂલ્યોને અપનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત દેશના દરેક નાગરિકને સમાન ન્યાય, સમાન હક્ક મળે તે પ્રકારની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંવિધાન ગૌરવ અભિયાનની ઉજવણીના ફલશ્રુતિ સ્વરૂપે નાગરિકોને બંધારણમાં દર્શાવેલી મૂળભૂત ફરજો પોતાની જવાબ નૈતિક જવાબદારી સમજીને પાલન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત ના મંત્ર અને આત્મસાત કરવા માટે અપીલ કરી હતી.
ગુજરાત રાજ્યના અનુસુચિત જાતિ મોરચા પ્રમુખશ્રી પ્રદ્યુમન વાઝા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અરવલ્લીના આંગણે આજના દિવસે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ છે. સરકાર માટે દસ્તાવેજ આપતું માર્ગદર્શક સંવિધાન છે. ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ ભારત દેશમાં સંવિધાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બંધારણ એ લોકશાહીનો પવિત્ર ગ્રંથ છે. ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૧ દિવસના સંઘર્ષ બાદ બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી થઇ રહી છે. જેમાં આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭૫ અઠવાડિયા સુધી ઉજવવાનું નક્કી કર્યું હતું. જેમાં આજના દિવસે ગુજરાતમાં ૪૧ જગ્યાએ ઉજવણી કરાઈ છે.
આ પવિત્ર અવસરે ઉપસ્થિત તમામ લોકોએ બંધારણીય મૂળભૂત હક્કોની જાળવણી અને તેના મૂલ્યોના જતન ના શપથ લીધા હતા.મોડાસાથી આરંભાયેલા સંવિધાન ગૌરવ અભિયાન ૨૬ નવેમ્બર થી ૬ ડિસેમ્બર સુધી ચાલશે.
મુખ્યમંત્રી શ્રી એ મોડાસાના સર્વોદયનગર સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીન બંધારણની ગરીમાને મોડાસાની ઘરતી સહિત સમગ્ર ગુજરાતમાં ઉજાગર કરવા માટે વિશાળ સંવિધાન ગૌરવયાત્રા કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ એસસી મોરચા પ્રમુખ પ્રદ્યુમન વાજા,પ્રભારી જયશ્રીબેન દેસાઇ,સહ પ્રભારી ગીરીશભાઈ જગાણિયા, એસસી મોરચા પ્રભારી નટુભાઇ પરમાર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખશ્રી રણવીરસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્યશ્રી ભિખીબેન પરમાર, દિલીપસિંહ પરમાર, હીરાજી ડામોર, સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઈ પટેલ, સહકારી સંઘના અધ્યક્ષશ્રી પ્રભુદાસભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર, જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ તથા મંડળના આગેવાન શ્રી ઓ અને જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં જિલ્લા એસસી મોરચા પ્રમુખ દિનેશભાઇ સોનેરીએ આભાર દર્શન કર્યું હતું.

રિપોર્ટ : ગ્રીયા પટેલ,મોડાસા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!