હત્યાનાં ગુન્હાના પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

હત્યાનાં ગુન્હાના પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ
Spread the love

હત્યાનાં ગુન્હાના પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇકાલે ભાવનગર, એલ.સી.બી/ પેરોલ ફર્લો. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન પો. કોન્સ. અરવિંદભાઈ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં ખુનનાં ગુન્હામાં સજા ભોગવતાં પાકા કામનાં કેદી રવિભાઇ ભોપાભાઇ ખસીયા જેલમાંથી પેરોલ રજા ઉપર ગયેલ. ત્યાર પછી તે સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ.જે હાલ અકવાડા ગામે ઉભો છે. જેથી સ્ટાફનાં માણસોને હકિકતની સમજ કરી અકવાડા ગામ બસ સ્ટેન્ડ પાસે આવતાં પાકા કામનાં કેદી રવિભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૬ રહે.વ્યાસ વાડી,સણોસરા તા.શિહોર જી.ભાવનગર વાળા હાજર મળી આવેલ.તેઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા તથા પી.આર. સરવૈયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં ઘનશ્યામભાઈ ગોહીલ, સાગરભાઈ જોગદિયા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા અરવિંદભાઈ બારૈયા વિગેરે માણસો જોડાયા

રીપોર્ટ : સતાર મેતર

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!