જામનગરના : વયોવૃધ્ધ વ્યકિતના ખૂનનો ભેદ ૨૪ કલાક મા ઉકેલી ૪-ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ-જામનગર

જામનગરના : વયોવૃધ્ધ વ્યકિતના ખૂનનો ભેદ ૨૪ કલાક મા ઉકેલી ૪-ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ-જામનગર
Spread the love

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ પાસે વયોવૃધ્ધ વ્યકિતનું નિર્જન સ્થળે થયેલ ખૂનનો ભેદ ૨૪ કલાક મા ઉકેલી ૪-ઇસમોને પાકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ-જામનગર

ગુનાની ટૂંક વિગતઃ

ગઇ તા.૨૧/૦૧/૨૦૨૨ ના બપોરના ચારેય વાગ્યાની આસપાસ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ની પાછળના ભાગે જરધોડા વાડીની સીમ વિસ્તારમા ફરીયાદીશ્રી વાલાભાઇ ખેતાભાઇ ચાવડીયા (ભરવાડ) રહે. સામતપીર તા.જી જામનગર નાઓ ના પિતા ખેતાભાઇ હઠાભાઇ ચાવડીયા ઘેટા બકરા ચરાવતા હોય ત્યારે કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ પણ કારણોસર કોઇ પ્રાણ ધાતક હથિયારથી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી ખૂન કરી અને બકરા લૂંટ કરી નાશી જવા અંગેનો બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો,જે બાબતે જામ સીટી એ ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર-૧૧૨૦૨૦૦ ૮૨૨૦૧૭૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૦૨,જીપીએકટ કલમ-૧૩૫(૧) મુજબ નો ગુનો નોંધાયેલ હતો.

ઉપરોકત બનાવ ની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ વિભાગ-રાજકોટના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબની સૂચના તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય નાઓના સિધા માર્ગદર્શન હેઠળ ખૂનનો પ્રથમ થી જ બ્લાઇન્ડ કેસ હોય,જેથી આ વણઉકેલાયેલ ગુનો શોધી કાઢી,તેમા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરવામા આવેલ,જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ-જામનગર ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એસ.નિનામા નાઓની દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સબ ઇન્સ શ્રી કે.કે.ગોહિલ, પો.સબ ઇન્સ શ્રી આર.બી.ગોજીયા તથા પો.સબ ઇન્સ શ્રી બી.એમ.દેવમુરારી તથા એસ.ઓ.જી.પો.સબ ઇન્સ શ્રી વી.કે.ગઢવી તથા શ્રી આર.વી વીંછી નાઓ તથા જામ સીટી એ ડીવી પો.સ્ટે ના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.જલુ તથા પો.સબ ઇન્સ શ્રી એમ.વી મોઢવાડીયા નાઓની તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ વાળી જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામા આવેલ સદરહુ બનાવમા બકરાની લૂંટ કરી ખૂન કરવામા આવેલ હોવાનુ જણાય આવેલ હતું,

ઉપરોકત ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચાલુ હતી, તે દરમ્યાન એલ.સી.બી ના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે,સદરહુ ખૂન/લૂંટ મા હાલમાં જામનગર હાપા રોડ ઉપર રહેતા ઇસમોએ સાથે મળી ગુનાને અંજામ આપેલ હોવાની હકિકત મળેલ અને મજકુર ઇસમોની તપાસ કરતા તેઓ પીકઅપ વાહન નંબર- જીજે-૧૦-વી-૯૨૧૧ મા
બેસી. જામનગર થી પાટણ જીલ્લાના સમી તાલુકા તરફ નાશી ગયેલ છે. જેથી પોલીસ અધિક્ષકશ્રી પાટણ નાઓને વાકેફ કરેલ, પાટણ એસ.ઓ.જી પો.ઇન્સ શ્રી આર.કે અમીન નાઓ તથા સમી પોલીસ સ્ટેશનની મદદ મેળવી એલ.સી.બી. પો.સબ ઇન્સ શ્રી કે. કે.ગોહિલ તથા એસ.ઓ.જી શ્રી વિ.કે.ગઢવી દ્રારા સદરહુ આરોપીઓને સમી મુકામેથી કોર્ડન કરી પીકઅપ વાહન સાથે નીચે મુજબ ના ઇસમોને હસ્તગત કરવામા આવેલ મજકુર ચારેય ઇસમોની પુછપરછ દરમ્યાન બકરાની લૂંટ કરતા સમયે મરણજનાર વૃધ્ધ વ્યકિતએ પ્રતિકાર કરતા માથામાં લાકડીના ઘા તથા પથ્થર ઘા મારી ઇજા કરી, ખૂન કરેલની હકિકત જણાવેલ છે જેઓ વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી કે.કે.ગોહિલ ના ઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

> આરોપીઓ

(ર) વિજય રધાભાઇ સિંધવ રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી

(૧) બુધો ગેલાભાઇ પરમાર સરાણીયારહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી,નદીના કાંઠે જી-મોરબી (૩) અર્જુન ગેલાભાઇ પરમાર રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી (૪) કિશન જીવાભાઇ પરમાર રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી આરોપીઓના કબ્જામાથી હસ્તગત કરેલ મુદામાલ ઃ

(૧) પીકઅપ વાહન કિ.રૂ.૩,૦૦,૦૦૦/ (૨) હ્સર મો.સા -૧ કિ.રૂ. ૨૦,૦૦૦/

(૩) મો.ફોન-૦૪ કિ.રૂ. ૧૫,૦૦૦/

મજકુર ઇસમોએ ગુનામા વાપરેલ સ્લપ્લેન્ડર મો.સા ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે આમ જામનગર પોલીસ દ્વારા ખૂન નો જે બ્લાઇન્ડ કેસ,હોય અને ૨૪ કલાકમા શોધી કાઢી પ્રસંશ

નિય કામગીરી કરવામા આવેલ છે. સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ની વિગતઃ

શ્રી જે.એસ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જામનગર ગ્રામ્ય વિભાગ તથા શ્રી એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર, પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ, શ્રી આર.બી.ગોજીયા, તથા શ્રી બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા,હરદિપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયા, ભરતભાઇ પટેલ,વનરાજભાઇ મકવાણા,ભગીરથસિંહ સરવૈયા,યશપાલસિંહ જાડેજા, ઘાનાભાઇ મોરી,શરદભાઇ પરમાર,હીરેનભાઇ વરણવા,નિર્મળસિંહ એસ.જાડેજા, ખીમભાઇ મોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી નાઓ દ્વારા કરવામા આવેલ છે.

શ્રી આર.કે. અમીન પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જીપાટણ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220123-WA0016-0.jpg IMG-20220123-WA0017-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!