આવતીકાલે ૨૫ જાન્યુઆરીના ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચુઅલ ઉજવણી

આવતીકાલે ૨૫ જાન્યુઆરીના ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચુઅલ ઉજવણી
Spread the love

આવતીકાલે ૨૫ જાન્યુઆરીના ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચુઅલ ઉજવણી

ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવવાની થીમ પર ઉજવાશે મતદાતા દિવસ

અમરેલી : ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ ૨૫ જાન્યુઆરીને દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ (“Making Elections Inclusive, Accessible and Participative”) “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” થીમ આધારીત બુથ કક્ષાએ, તાલુકા કક્ષાએ, વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ, જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ બારમાં(૧૨) રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી થનાર છે. લોકશાહીના પર્વ સમાન રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વર્ચુઅલ માધ્યમથી યોજાનાર કાર્યક્રમમાં તમામ લોકો વર્ચુઅલ રીતે સવારે ૧૧.૦૦ કલાકે ઉજવણીમાં સહભાગી થઇ શકે છે.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઇટ ceo.gujarat.gov.in પરથી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ફેસબુક હેન્ડલ Chief Electoral Officer, Gujarat પરથી કાર્યક્રમમાં સહભાગી થઈ શકાશે.

વધુમાં મતદારયાદીમાં નામ નોંધાવવાનું બાકી રહી ગયેલ હોય, તેવા તમામ લાયકાત ધરાવતા ભારતના નાગરીકો Voter Helpline Mobile App (Android/iOS) તેમજ https://voterportal.eci.gov.in અથવા https://nvsp.in/ જેવા વિવિધ માધ્યમો થકી મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ પોતાના નામમાં જરૂરી સુધારા વધારા પણ કરાવી શકશે.

વધુ માહીતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

LOKARPAN-@-Official-✍🏻-20220123_145920.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!