રાજકોટ-અમરગઢ ગામે રહેતો પરિવાર C.P ઓફિસે ધસી આવ્યો, ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ

રાજકોટ-અમરગઢ ગામે રહેતો પરિવાર C.P ઓફિસે ધસી આવ્યો, ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ
Spread the love

રાજકોટ-અમરગઢ ગામે રહેતો પરિવાર C.P ઓફિસે ધસી આવ્યો, ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ.

રાજકોટ ના અમરગઢ ગામે રહેતો એક પરિવાર કમિશનર કચેરીએ ધસી આવ્યો હતો અને ફિનાઈલ ગટગટાવી આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. પીડિત પરિવારનો આક્ષેપ છે કે તેમની જમીન કુખ્યાત બિલ્ડર કમલેશ રામાણીએ ક્રાઈમ બ્રાન્ચને હવાલો આપીને પચાવી પાડવા પ્રયાસ કર્યો છે. અમરગઢ ગામે જમીન ધરાવતાં વિજય સોલંકીએ જણાવ્યું કે અમરગઢ ગામે તેને વારસાઈમાં એક જમીન મળેલી છે. આ જમીન ઉપર કમલેશ રામાણીનો ડોળો હોવાથી તે જમીન ખાલી કરી નાખવા માટે વારંવાર ધમકી આપતો હતો. થોડા દિવસ વીત્યા બાદ અચાનક ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PSI સાખરા અને કોન્સ્ટેબલ હિરેન આહિર તેના ઘેર ધસી આવ્યા હતા અને જમીન ખાલી કરી નાખવા દબાણ કર્યું હતું. પરિવારે આક્ષેપ કર્યો કે કમલેશ રામાણીએ દિવાનપરા પોલીસ સ્ટેશને ૫૦ થી ૬૦ લાખ રૂપિયા ચૂકવ્યા છે અને તેના બદલામાં અમારી જમીન ખાલી કરાવી આપવાનું કામ આપ્યું છે. આ અંગેની અમે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં અંતે અમે દવા પીને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન આજે બપોરે પીડિત પરિવારની મહિલાઓ અને વિજય સોલંકી સહિતના લોકો કમિશનર ઑફિસે ધસી આવ્યા હતા અને પોલીસ સાથે રકઝક કર્યા બાદ અચાનક ફિનાઈલની બોટલ કાઢીને પીવાનો પ્રયત્ન કરતાં ત્યાં રહેલા પોલીસ સ્ટાફે તેને અટકાવ્યો હતો. આ વેળાએ મહિલાઓએ રડતાં રડતાં પોતાના ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારનું વર્ણન પણ કર્યું હતું.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!