રાજકોટ ખાતે નવનિર્મિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર બિલ્ડીંગનું લોકાર્પણ

રાજકોટ ખાતે નવનિર્મિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર બિલ્ડીંગનું લોકાર્પણ
Spread the love

રાજકોટ ખાતે નવનિર્મિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર બિલ્ડીંગનું લોકાર્પણ ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી.

રાજકોટ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત હિંસાથી પીડિત મહિલાઓને મદદરૂપ બનવા માટે અંદાજિત રૂ.૫૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, રાજકોટના પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસ ખાતે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંધવી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, અગ્રણીશ્રી કમલેશભાઈ મીરાણી, કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલીકા ધિમંતભાઇ વ્યાસ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના નવનિર્મિત બિલ્ડીંગની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સખી વન સ્ટોપ સેન્ટરની શરૂઆત ૨૦૧૭ માં કરવામાં આવી છે. ત્યાર થી લઈને આજદિન સુધીમાં ૨૨૬૩ જેટલા કેસનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેન્ટર પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં કાર્યરત હતું. પરંતુ હવે સંસ્થાને આંખોના વિભાગની બાજુમાં પોતાનું સ્વતંત્ર બિલ્ડીંગ સોંપવામાં આવ્યું છે. આ સેન્ટર આશરે રૂ.૫૦ લાખના ખર્ચે ૩૦૦ સ્ક્વેર મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં ૫ સેલ્ટર રૂમ, કાઉન્સિલિંગ રૂમ, ઓફિસ તથા સ્ટાફ રૂમ, વોશરૂમ, પેન્ટ્રી સહિતની ઘર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને CCTV કેમેરાથી આ સેન્ટર સુસજ્જ કરવામાં આવ્યું છે. અહીં ૭ થી ૮ બહેનો ૫ દિવસ સુધી હંગામી નિવાસ મેળવી શકે તેવી રહેવાની વ્યવસ્થા છે. આ તકે મંત્રીશ્રી હર્ષ સંધવીએ ઉપસ્થિત કાઉન્સીલર બહેનો સાથે ચર્ચા કરી કામગીરી અંગે વિગતો મેળવી હતી.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!