રાજ્યકક્ષાની ઑનલાઈન “સપ્તરંગી” રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

રાજ્યકક્ષાની ઑનલાઈન “સપ્તરંગી” રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.
Spread the love

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન “સપ્તરંગી” રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

શિક્ષણકુંજના સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા, શ્રી રાજેશભાઈ ડાભી અને શ્રી રાજેશભાઈ પટેલિયા દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન “સપ્તરંગી” રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર – ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણકુંજ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી તા. ૨૧/૧૦/૨૦૨૨ થી તા. ૦૫/૧૧/૨૦૨૨ દરમિયાન ગૂગલ ફોર્મના માધ્યમથી રંગોળી મંગાવવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાંથી ૩૫૦થી વધુ સ્પર્ધકોએ “સપ્તરંગી” રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તા. ૧૩/૧૧/૨૦૨૨ના રોજ “સપ્તરંગી” રંગોળી સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગ – 1 માંથી પ્રથમ નંબર – પરમાર શ્રદ્ધા જીવનભાઈ, જિલ્લો : દેવભૂમિ દ્વારકા, દ્વિતીય નંબર – બારૈયા ઋત્વિક પ્રતાપભાઈ, જિલ્લો : ભાવનગર, અને તૃતીય નંબર – સોની આર્મી જગદીશભાઈ, જિલ્લો : કચ્છને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. વિભાગ -2 માં પ્રથમ નંબર – મૈયા વંદનાબેન ભગવાનભાઈ, જિલ્લો : ગીર સોમનાથ, દ્વિતીય નંબર – ગુંસાઈ અલ્પા મયુરગર, જિલ્લો : જામનગર, તૃતીય નંબર – પટેલ ડિમ્પલબેન કાંતિલાલ, જિલ્લો : ભરૂચને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા. બંને વિભાગના વિજેતાઓને ડિજીટલ પ્રમાણપત્રો અને ઈનામની રકમ ઑનલાઈન ટ્રાંજેક્શન દ્વારા તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી. “સપ્તરંગી” રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજીટલ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!