જૂનાગઢ : ૭૬ શિબિરાર્થીઓ એ ૧૦ દિવસીય ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી

જૂનાગઢ : ૭૬ શિબિરાર્થીઓ એ ૧૦ દિવસીય ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી
Spread the love

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે ૭૬ શિબિરાર્થીઓ એ ૧૦ દિવસીય ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી

ગિરનાર ઉપર સાફ સફાઈ અભિયાનમાં પણ સહભાગી બનતા તાલીમાર્થીઓ

જૂનાગઢ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના કુલ ૭૬ શિબિરાર્થીઓ એ ૧૦ દિવસીય ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી સાથોસાથ ગિરનાર ઉપર વન વિભાગના સહયોગથી  સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.

રાજય સરકારના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ  જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો.  જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલ ૬૫ તેમજ વ્યક્તિગત ૧૧ મળી કુલ ૭૬ તાલીમાર્થીઓ એ ભાગ લીધો હતો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના બેઝિક કોર્સનો સમાપન કાર્યક્રમ ડો. આર.એમ.સોલંકી, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે આચાર્ય, વાલી- એ- સોરઠ હાઇસ્કુલ, હારૂન વિહળ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ ડો. આર.એમ.સોલંકીએ  તાલીમાર્થીઓ ને શિબિરને અનુરૂપ માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, મક્કમ મનોબળ જો કોઈમાં હોય તો તે વ્યક્તિ પહાડ જેવી મુસીબતોનો સામનો પણ કરી શકે છે. દર વર્ષે કૃષિ યુનિવર્સીટીના વિધાર્થીઓને આ તાલીમ કેન્દ્રમાં પર્વતારોહણની તાલીમ અર્થે મોકલે છે. ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડએ શાબ્દિક અભિવાદન કર્યું હતુ. કાર્યક્રમનું સંચાલન હેમાંશી ડોબા જૂનાગઢ તેમજ પ્રિયાંશી ભટ્ટ જૂનાગઢ એ કર્યુ હતુ. કાર્યક્રમની આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારએ કરી હતી.

આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં, અંબર વિષ્ણુ માઉન્ટ આબુ, પ્રદીપકુમાર રાજસ્થાન, વિક્રમ જાદવ માળિયા હાટીના, સમીર સોલંકી અમદાવાદ, કર્ણ આશિષ અમદાવાદ, પરેશ ચૌધરી દિયોદર, અંકિત પ્રજાપતિ અમદાવાદ, માર્ગી રાવલ જુનાગઢ, એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!