પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ના ગાયનેક ડો નયન કછોટ દ્વારા એક દિવસ મા ૧૨ નોર્મલ ડીલેવરી કરાવેલ

પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ના ગાયનેક ડો નયન કછોટ દ્વારા એક દિવસ મા ૧૨  નોર્મલ ડીલેવરી કરાવેલ
Spread the love

પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ના ગાયનેક ડો નયન કછોટ દ્વારા એક દિવસ મા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ

સોમનાથ : પ્રભાસ પાટણ સોમનાથ મા આવેલ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક ડો નયન કછોટ ની ખુબજ સરસ કામગીરી છે જેથી ગરીબ મધ્યમ વર્ગના બહેનો ને સારી સારવાર મળે


અત્યારે મોટાંભાગની ડીલેવરી સીઝરીયન થી કરવામાં આવે છે પરંતુ ડો કછોટ શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરી કરવા નો આગ્રહ રાખે છે અને તેવોએ એકજ દિવસ મા ૧૨ ડીલીવરી નોર્મલ કરાવેલ છે અને તેમાંથી દશ પુત્ર અને બે તંદુરસ્ત પુત્રી નો જન્મ થયેલ છે
એક વર્ષ થી ડો નયન કછોટ એ પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ છે ત્યારથી ખુબજ સારી કામગીરી કરી રહેલ છે અને તેવો મહિના મા ૮૦ થી વધુ ડીલેવરી કરાવે અને અત્યાર સુધીમાં તેવો એ ૮૦૦ થી વધુ ડીલેવરી કરાવેલ છે જેમાં મોટાભાગની નોર્મલ ડિલિવરી કરવેલ છે તેવોએ ત્રણ મહિના મા ૧૦૦ થી વધુ સીઝરીયન ઓપરેશન કરેલ છે અને સ્ત્રીઓ ને લગતા અન્ય ઓપરેશન કરેલ છે જેથી ગરીબ મધ્યમ વર્ગના બહેનો ને આર્થિક રીતે ખુબજ ફાયદો થયેલ છે
અત્યારે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ ના ત્રણ મશીનો આવેલ છે જેથી ડાયાલીસીસ ના દર્દી ઓ ને સારી સારવાર મળી રહે છે તેમજ દાંત વિભાગ, ડીજીટલ એક્ષરે મશીન, લેબોરેટરી, કસરત વિભાગ સહિત ની સુવિધા ઉપલબ્ધ છે તેમજ મેડિકલ ઓફિસર દ્વારા રોજના ૨૫૦ જેટલા દર્દીઓ ને તપાસ કરી સારવાર કરવામાં આવે છે પ્રભાસ પાટણ સોમનાથ મા સરકારી હોસ્પિટલ આવેલ છે જેથી સોમનાથ આવતા યાત્રિકો પણ આ હોસ્પિટલ નો લાભ લે છે

રિપોર્ટ : મહેશ વાજા સોમનાથ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!