લઘુકથા..દેશની દુર્દશા માટે અમે પણ જવાબદાર છીએ..

લઘુકથા..દેશની દુર્દશા માટે અમે પણ જવાબદાર છીએ..
Spread the love

લઘુકથા..દેશની દુર્દશા માટે અમે પણ જવાબદાર છીએ..

એકવાર એક હંસ અને હંસિની હરીદ્વારના સુરમ્ય વાતાવરણમાં ફરતા ફરતા એક વિરાન અને રણ પ્રદેશમાં આવી જાય છે.હંસિની કહે છે કે આપણે ક્યાં આવા ઉજ્જળ વિસ્તારમાં આવી ગયા? અહીયાં તો પીવા માટે પાણી નથી,જંગલ નથી કે ઠંડી હવા નથી તો આપણે કેવી રીતે સમય પસાર કરીશું.

ભટકતાં ભટકતાં સાંજ પડી જાય છે ત્યારે હંસિની કહે છે કે હવે આપણે ગમે ત્યાં આજની રાત પસાર કરી દઇશ અને કાલે આપણે હરિદ્વાર જતા રહીશું.રાત પડી અને તેઓ જે ઝાડ નીચે રોકાયા હતા તે વૃક્ષ ઉપર એક ઘુવડ રહેતો હતો તે જોરથી બૂમો પાડે છે.ત્યારે હંસિની હંસને કહે છે કે અહીયાં ઘુવડ ઘણો અવાજ કર્યા કરે છે તેથી આપણને શાંતિથી ઉંઘવા પણ નહી દે.

હંસે સમજાવ્યું કે ગમે તે રીતે આજની રાત કાઢી નાખીએ.હવે મને સમજય છે કે આ પ્રદેશ આટલો ઉજ્જડ કેમ છે? આવા ઘુવડ જ્યાં રહેતા હોય તે વિસ્તાર વિરાન અને ઉજ્જળ જ હોય.વૃક્ષ ઉપર બેઠેલો ઘુવડ આ વાતો સાંભળી રહ્યો હતો.

સવાર પડી એટલે ઘુવડ નીચે આવે છે અને કહે છે કે હંસભાઇ માફ કરજો મારા લીધે આપને રાતે તકલીફ પડી છે.ત્યારે હંસ કહે છે કે એવી કોઇ વાત નથી આપનો આભાર.આમ કહી હંસ પોતાની હંસિનીને લઇને જવા લાગ્યો ત્યારે પાછળથી આવીને ઘુવડ કહે છે કે એ હંસ..મારી પત્નીને લઇને ક્યાં જાય છે? હંસને નવાઇ લાગે છે અને કહે છે કે આપની પત્ની કેવી રીતે? આ હંસિની તો મારી પત્ની છે.અમે સાથે આવ્યા હતા અને સાથે જ અહીથી જઇ રહ્યા છીએ.

ઘુવડ કહે છે કે શાંત થા.આ હંસીની મારી પત્ની છે.બંન્ને વચ્ચે ઘણો જ વાદવિવાદ થાય છે. આસપાસના ઘણા લોકો ભેગા થઇ જાય છે.ગામલોકોએ પંચાયત ભેગી કરી તો તમામ પંચના લોકો આવી ગયા.પંચો કહે છે કે ભાઇ તમારી વચ્ચે કંઇ બાબતનો વિવાદ છે? ત્યારે લોકો કહે છે કે ઘુવડ કહે છે કે હંસિની તેની પત્ની છે અને હંસ કહે છે કે હંસીની તેની પત્ની છે.

પંચોની બેઠક લાંબી ચાલી અને તે પૈકી પ્ંચના લોકો એકાંતમાં જાય છે અને ખાનગીમાં ચર્ચા કરે છે કે સત્ય તો એ છે કે હંસિની હંસની પત્ની છે પરંતુ હંસ અને હંસિની તો થોડીવાર પછી ઉડીને અહીથી જતા રહેશે.અમારી જોડે તો આ ઘુવડ જ રહેવાનો છે એટલે નિર્ણય ઘુવડની તરફેણમાં જ આપવો જોઇએ.

લાંબી ચર્ચા વિચારણાને અંતે પંચોએ પોતાનો નિર્ણય સંભળાવ્યો કે તમામ તથ્યો અને સબૂતોની તપાસ કર્યા બાદ આ ગામની પંચાયત એ નિર્ણય ઉપર આવી છે કે હંસિની ઘુવડની જ પત્ની છે અને હંસને તાત્કાલિક આ ગામ છોડીને જતા રહેવા હુકમ કરવામાં આવે છે.આ સાંભળતાં જ હંસને નવાઇ લાગે છે અને તે રડવા લાગે છે અને કહે કલ્પાંત કરતાં કહે છે કે આપની પંચાયતે ખોટો નિર્ણય કર્યો છે.ઘુવડે મારી પત્ની પડાવી લીધી છે.

રડતાં રડતાં કલ્પાંત કરતાં કરતાં હંસ ગામ છોડીને જાય છે ત્યારે પાછળથી ઘુવડનો અવાજ સંભળાય છે કે એ મારા મિત્ર હંસભાઇ ઉભા રહો.ત્યારે હંસ કહે છે કે ઘુવડભાઇ હવે તમે શું કરશો? મારી પત્નીને તો તમે પડાવી લીધી છે હવે તમે મારો પ્રાણ લેવા ઇચ્છો છો?

ત્યારે ઘુવડ કહે છે કે નહી મિત્ર..આ હંસિની તમારી જ પત્ની છે અને રહેશે પરંતુ ગઇકાલે હું બુમાબુમ કરતો હતો ત્યારે તમે તમારી પત્નીને કહેતા હતા કે અહી ઘુવડ રહે છે તેથી આ વિસ્તાર ઉજ્જડ અને વિરાન એટલે છે.મિત્ર ઘુવડના રહેવાથી આ વિસ્તાર ઉજ્જળ અને વિરાન નથી.

આ વિસ્તાર ઉજ્જડ અને વિરાન એટલે છે કેમકે અહીયાં એવા પંચો રહે છે જે ઉલ્લુઓના પક્ષમાં પોતાનો નિર્ણય આપે છે.

આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ આપણા દેશની દુર્દશા માટે અમે પોતે જવાબદાર છીએ કારણ કે અમોએ અત્યાર સુધીની ચુંટણીઓમાં ઉમેદવારની યોગ્યતા અને ગુણ જોતા નથી પરંતુ આ અમારી જ્ઞાતીનો છે,આ અમારી પાર્ટીનો છે,અમારા વિસ્તારનો છે..વગેરેના આધારે ખોટા લાયકાત વિનાના, પોતાના અંગત સ્વાર્થ માટે નીતિ-નિયમોને નેવે મુકતા,ફક્ત ભૌતિક સંપત્તિ ભેગી કરનારા,પદ-પ્રતિષ્ઠા મેળવવી એ જ જેમનો ઉદે્શ્ય છે તેવા ચુંટણી લડતા નેતાઓના પક્ષમાં અમારો નિર્ણય લઇને મત આપીએ છીએ તેથી દેશ અને રાજ્યની દુર્દશા માટે થોડાઘણા અંશે અમે પણ જવાબદાર છીએ..

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!