જૂનાગઢ જિલ્લામાં પરવાનાવાળા ૧૧૪૨ હથિયારો જમા કરાયા

જૂનાગઢ જિલ્લામાં પરવાનાવાળા ૧૧૪૨ હથિયારો જમા કરાયા
Spread the love

જૂનાગઢ જિલ્લામાં પરવાનાવાળા ૧૧૪૨ હથિયારો જમા કરાયા

 

પાક રક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો જમા કરાવાયા

 

જાહેર સલામતી જોખમાય નહીં તેમજ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે પરવાનાવાળા હથિયાર જમા કરાવવા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કરેલો હુકમ

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય – ૨૦૨૪ અને વિધાનસભા પેટાચૂંટણી ચૂંટણી દરમિયાન જાહેર સલામતી જોખમાય નહીં તેમજ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાક રક્ષણ તેમજ સ્વ રક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધ કરતાં પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ ની કલમ – ૨૨ (૧) (બી)  ની જોગવાઈ હેઠળ જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલકુમાર રાણાવસિયાએ હુકમ કર્યો હતો. તેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પરવાનાવાળા ૧૧૪૨ જેટલા હથિયાર જમા કરી દેવામાં આવ્યાં છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચુંટણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી તા.૭-૫-૨૦૨૪ના રોજ યોજાનાર છે. જેની મતગણતરી તા.૪/૬/૨૦૨૪  ના રોજ થનાર છે.

આ હુકમ હેઠળ જમા લેવાયેલ હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં સલામત અને સુરક્ષિત રીતે રાખવાના રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!