લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે તે માટે અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે તે માટે અધિક નિવાસી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
Spread the love

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે 12-D ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ ભરીને સરકારી કર્મચારીઓ પોતાના મતવિસ્તારમાં જઈને મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. જેના અનુસંધાને પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને પોતાના કર્મચારીઓ માટે 12-D ફોર્મની વ્યવસ્થા કરીને તેઓ અચુક મતદાન કરે તે નિશ્ચિત કરવા માટે નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતુ.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ ગુજરાતના કુલ 12 વિભાગો અન્વયે પાટણ જિલ્લાના વિજળી વિભાગ, બીએસએનએલ, ઉડ્ડયન વિભાગ, ઓલ ઈન્ડિયા રેડિયો, રેલ્વે, આરોગ્ય વિભાગ ગુજરાત, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, ફાયર સર્વિસીસ, ચૂંટણી દિવસના કવરેજ માટે ECI દ્વારા અધિકૃત મીડિયા પર્સન, ટ્રાફિક પોલીસ, અને એમ્બ્યુલન્સ સેવા વગેરેની આવશ્યક સેવાઓમાં જોડાયેલ અધિકારીઓ-કર્મચારીઓની સંખ્યા મુજબ પુરા પાડવામાં આવેલ ફોર્મ નં-12-Dમાં પુરતી વિગતો ભરી તા.17.04.2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં રજૂ કરવા માટે બેઠકમાં જણાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા વિભાગોની યાદી આપવામાં આવી છે. આ યાદી પ્રમાણે જેઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય અને મતદાન કરવા ન જઈ શકતા હોય તેવા અધિકારીઓ-કર્મચારીઓએ 12-D ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય. 12-D ફોર્મ ભર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ થાય તેના 5 દિવસમાં આ ફોર્મ સંલગ્ન વિધાનસભા મદદનીશ ચૂંટણી અધિકારીને મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ જ મતદાર પોતાના મતવિસ્તારમાં જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240328-WA0013.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!