નાસ્તા ફરતા કુલ-૩ આરોપીઓને ઝડપી પાડતી હારીજ પોલીસ

નાસ્તા ફરતા કુલ-૩ આરોપીઓને  ઝડપી પાડતી હારીજ પોલીસ
Spread the love

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મે. પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ (IPS) પાટણનાઓની સુચના મુજબ તથા ના.પો.અધિ.ડી.ડી.ચૌધરીનાં રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર પી.જે.સોલંકીનાં માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસના માણસો હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબના કામે સજા પામેલા નાસતા ફરતા આરોપી પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતા. જે દરમ્યાન મળેલ હકીકત બાતમી નાં આધારે અલગ અલગ મે.જી.સા.ની કોર્ટ મહેસાણા અને હિંમતનગરના નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબના કામના ત્રણ ૦૩ આરોપીઓને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે. નામદાર કોર્ટ માં સજા પામેલ અને સરેન્ડર નહિ થયેલ એવા અલગ અલગ જિલ્લાની કોર્ટના કુલ-૩ આરોપીઓને હારીજ પોલીસ એ પકડી પાડી આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીની વિગત:-

(૧) રાજેશભાઇ ગોવિંદભાઇ ચૌધરી રહે.દુનાવાડા તા.હારીજ જી પાટણ

• મે.બીજા એડી જ્યુડીશીયલ મેજી.સાની કોર્ટ હીંમતનગર જી.સાબરકાંઠાના સી.સી.નંબર ૧૪૬૮/૨૦૧૬ નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ

(૨) શક્તિસિંહ સતરસંગ વાઘેલા રહે.સરવાલ તા.હારીજ જી.પાટણ

• મે.છઠ્ઠા જ્યુડીશીયલ મેજી.સા ની કોર્ટ મહેસાણાના સી.સી. નંબર ૭૧૯૩/૨૦૨૨ નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ

(૩) હસમુખભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી રહે.દુનાવાડા તા.હારીજ જી.પાટણ

• મે.બીજા એડી જ્યુડીશીયલ મેજી.સા ની કોર્ટ હીંમતનગર જીલ્લો સાબરકાંઠાના સી.સી.નંબર ૧૯૭/૨૦૧૨ નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબ

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230719_190847-0.jpg IMG_20240328_174956-1.jpg IMG_20240328_175012-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!