પાટણ : કુણધેર ગામે રૂપાલા ના વિરોધ મા ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ના બેનર લાગ્યા

પાટણ : કુણધેર ગામે રૂપાલા ના વિરોધ મા ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ના બેનર લાગ્યા
Spread the love

પાટણ તાલુકાના કુણઘેર ગામમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા ના વિરોધ મા ગામના પ્રવેશ દ્રારે પ્રવેશ બંધીના બેનર લગાવી રાજપૂત ક્ષત્રિય સમાજે પોતાનો વિરોધ પ્રદૅશિત કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ ભાજપના પુરૂષોત્તમ રૂપાલા ના રાજપૂત ક્ષત્રિય સમાજની બેન-દિકરીઓ વિરુદ્ધ કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી ને લઇ સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોના રાજપૂત-ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. અને ઠેર ઠેર રૂપાલાની ઉમેદવાર તરીકેનો વિરોધ ઉઠવા પામ્યો છે છતાં ભાજપના મોવડી મંડળ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી મામલે કોઈ નિણૅય ન કરતા આખરે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર રૂપાલા ના વિરોધ મા સંમેલન યોજવામાં આવી રહ્યા છે.

તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રૂપાલાને ઉમેદવાર તરીકે રદ કરોની સાથે ભાજપ ના કાર્યકરોએ ભાજપનો ચુટણી પ્રચાર કરવા ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનરો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ તાલુકાના કુણધેર ગામમાં પણ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધ વચ્ચે ભાજપના કાર્યકરો એ ભાજપ ના ચુંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહિ તેવા બેનરો લાગતા સનસનાટી મચી છે. તો રૂપાલાના વાણી વિલાસ નો ભોગ હાલમાં પાટણ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી બની રહ્યા હોય ભાજપની મુશ્કેલીઓ વધવા પામી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240411-WA0122.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!