લીલીયા મોટા : દિલીપભાઈ સંઘાણીના ૭૦માં વર્ષની ઉજવણી ના ભાગરૂપે બ્રહ્મચોર્યાશીનો કાર્યક્રમ યોજાયો

લીલીયા મોટા : દિલીપભાઈ સંઘાણીના ૭૦માં વર્ષની ઉજવણી ના ભાગરૂપે બ્રહ્મચોર્યાશીનો કાર્યક્રમ યોજાયો
Spread the love

લીલીયા મોટા પ્રગતિ સૈવિગ એન્ડ ક્રેડિટ કો.ઓ.સોસાયટી દ્રારા શ્રીમાન દિલીપભાઈ સંઘાણીના ૭૦માં વર્ષની ઉજવણી ના ભાગરૂપે આજે ૧૨ માં પર્વમાં બ્રહ્મચોર્યાશીનો કાર્યક્રમ યોજાયો

લીલીયા મોટા ના અંટાળેશ્વર મહાદેવ નાં સાનિઘ્યમાં ભવ્ય સમારોહ યોજાયો શ્રીમાન દિલીપભાઈ સંઘાણી ના ૭૦માં વર્ષની ઉજવણીના અંતિમ ચરણમાં એમના દિર્ધાયુ અને નિરામય સ્વાસ્થ્ય માટે લઘુરૂદ્ર પાઠ તથા મુત્યંજય મહામંત્રનો જાપ- યજ્ઞ તથા ભગવાન મહાદેવની પુજા અર્ચનાં અને બ્રહ્મદેવતાઓને સમુહ ભોજન નું સુંદર આયોજન થયું.આ તકે દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારાણભાઈ કાછડિયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા,ભાજપના લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર સાહેબ અને લીલીયા તાલુકાના સામાજીક, સહકારી અને રાજકિય આગેવાનોની સાથે તાલુકાનો સમ્રગ બ્રહ્મ સમાજ હાજર રહયો.ટીમ પ્રગતિ ના પ્રકાશભાઈએ સ્વાગત પ્રવચન કરેલ અને સમગ્ર બોર્ડ વતી ભાવેશભાઈ રાદડિયાએ વર્ષ દરમિયાન કરેલ પ્રવૃતિની ઝાંખી કરાવી દિલીપભાઈ માટેની કૃતજ્ઞતા વ્યકત કરી,દિલીપભાઈએ ટીમ પ્રગતિને અભિનંદન આપી આભાર પણ વ્યકત કયો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રગતિ ક્રેડિટના ડિરેકટર ભુપતભાઈ ધામત, રમેશભાઈ ભાલાળા, તુષારભાઈ ધોરાજીયા, ભરતભાઈ ગરણીયા, ભનુભાઈ ડાભી,વિપુલભાઈ દુધાત, ત્રિકમભાઈ શીંગાળા, ડો.કુંભાણી સાહેબ તથા પ્રગતિના સ્ટાફે જહેમત ઉઠાવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટ : ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!