જૂનાગઢમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે સમીક્ષા બેઠક યોજાશે

જૂનાગઢમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે સમીક્ષા બેઠક યોજાશે
Spread the love

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪

જૂનાગઢમાં ખર્ચ નિરીક્ષક શ્રી રજત દત્તાના અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે વિવિધ ટીમની કામગીરી અંગેની તાલીમ કમ સમીક્ષા બેઠક આવતીકાલે યોજાશે

જૂનાગઢ : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે જૂનાગઢ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક શ્રી રજત દત્તાના અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે વિવિધ ટીમની કામગીરી અંગેની તાલીમ કમ સમીક્ષા બેઠક આવતીકાલે કલેકટર કચેરી, સભાખંડ ખાતે યોજાશે.
તારીખ ૧૨/૪/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ખર્ચને લગત આગળની કામગીરી સરળતાપૂર્વક અને અસરકારક રીતે સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તે માટે ખર્ચની નિરીક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને AEOs,FSTs,SSTs,VSTs,VVTs,ATs,MCMC, 24*7 કંટ્રોલ રૂમ જેવી ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમના મુખ્ય અધિકારીઓ સાથે તાલીમ કમ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ, તેમજ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા નોડલ ઓફીસર ઉપસ્થિત રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!