ચાંપરડા ખાતે મતદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ચાંપરડા ખાતે મતદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Spread the love

મારો મત ઉજજવળ ભવિષ્ય માટે

ચાંપરડા ખાતે મતદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જૂનાગઢ જિલ્લાના ચાંપરડા ગામ ખાતે મતદાન જાગૃતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકાના ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરીના હસ્તે વિજેતા ટીમ અને  રનર્સ  ટીમને ટ્રોફી આપી મતદાન અંગે સમજૂતી આપી હતી. તેમજ  મતદાન કરવા  અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ ચૌધરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ ખેલાડીઓને મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આ વખતે લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં પ્રથમ વખત વોટિંગ કરનાર યુવા મતદારો અચુક મતદાન કરે, તેમજ યુવાનો તેના માતા પિતા અને અન્ય પરિવારજનોને પણ મતદાનનું મહત્વ સમજાવી જાગૃત કરે એ જરૂરી છે.

ચાંપરડા ખાતે યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીને મતદાન જાગૃતિનું ટીશર્ટ ટીશર્ટ વિતરણ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!