જંજીર જેણે અમિતાભની ગાડી પાટે ચડાવી.

જંજીર જેણે અમિતાભની ગાડી પાટે ચડાવી.
Spread the love

કેટલીક ફિલ્મો અમર અવિનાશી હોય છે. જેમાં મુગલે આઝમ પાકીઝા જેવી ડઝન ફિલ્મોના નામ ગણાવી શકાય. એમાંની એક છે અમિતાભની જંજીર.
ફિલ્મ બનાવાને 50 વરસ થઈ ગયા પણ આજે પણ વિજય અને અમિતાભ એકબીજાના પર્યાય ગણાય છે ફિલ્મ જુવો તો આજે પણ એમ લાગે ઇન્સ્પેક્ટર વિજય ના પાત્રને બચ્ચન સીવાય કોણ ન્યાય આપી શકે? જંજીર રિલીઝ નહોતી થઈ ત્યાં સુધી અમિતાભનું મોટુ નામ નહોતું પ્રાણ અને જ્યાં મોટા નામ હતા પણ જંજીર રિલીઝ થઈ અને એક ઇતિહાસ રચાઈ ગયો એક જ અઠવાડિયામાં બચ્ચન સ્ટાર તરીકે ફિલ્મ સામાયિકના મુખપુષ્ઠ પર ચમકવા માંડ્યા જે ચમક આજે 2024 સુધી ઝાંખી પડી નથી.. ધર્મેન્દ્ર સાથે પ્રકાશ મહેરાની સમાધિ ફિલ્મ સુપરહિટ થઈ. પ્રકાશ મહેરા અને ધર્મેન્દ્ર વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. એ વખતે ધર્મેન્દ્રએ સલીમ જાવેદ પાસેથી 9500 રૂપિયામાં એક વાર્તા ખરીદી. પ્રકાશ મહેરા એ પોતાના દોસ્ત ધર્મેન્દ્ર પાસેથી એ વાર્તા 55000 હજાર રૂપિયા આપી ખરીદી લીધી.પછી એ વાર્તા પરથી ફિલ્મ બનાવવા દિલીપકુમાર ધર્મેન્દ્ર દેવ આનંદ અને રાજકુમારનો સંપર્ક કર્યો બધાએ ઇન્કાર કર્યો પછી સલીમ જાવેદના કહેવાથી જંજીર અમિતાભને મળી.
11મી મે 1973 ના દિવસે જંજીર રિલીઝ થઈ બસ બૉલીવુડને નવો એંગ્રી યંગ મેન મળી ગયો આ સાથે જ પ્રકાશ મહેરા અને અમિતાભની જોડી બની ગઈ જે 1989 ની જાદુગર સુધી ચાલી આ જોડીએ નમક હલાલ મુકદર કા સિકંદર લાવારિશ શરાબી જેવી ગોલ્ડન જ્યુબલી ફિલ્મો આપી.
જંજીર ફિલ્મની કહાનીમા મનમાં ગુસ્સો અને વિદ્રોહભર્યો હોય હોય એક એવા ઈમાનદાર પોલીસ ઓફિસર વિજયની હતી આજે આપણે જેમ રાજકારણીઓ પર આજની સિસ્ટમ પર ગુસ્સો આવે છે પણ આપણે કઈ કરી સકતા નથી આપણી અંદર લાવા ખલબલે છે એ જ લાવા અમિતાભની અંદર આપણે નિહાળ્યો. ભારતની મધ્યમવર્ગની પ્રજાનો આક્રોશ ગુસ્સો લાવા વિજયમાં જોવા મળતો હતો ભારતીય પ્રજા પોતાનું અવ્યક્ત પ્રતિબિંબ અમિતાભમાં નિહાળ્યું બસ મધ્યમ વર્ગની પ્રજા જંજીર જોવા તૂટી પડી.
જંજીરની સફળતામાં અમિતાભ ઉપરાંત સલીમ જાવેદની ચુસ્ત પટકથાનો પણ હતો. પ્રાણ શેરખાન અને અજિતે તેઝાની ભૂમિકામાં જાન રેડી દીધો હતો.
એ વખતે રાજેશ ખન્નાનો સૂર્ય મધ્યાને તપતો હતો ફિલ્મોમાં રોમાન્સ નાચ ગાન બહુ જરૂરી હતા પણ તમે જંજીર જોશો તો આમાંનું કઈ પણ એમાં નથી હીરો પરદા પર એક પણ ગીત ગાતો નથી ક્ષ
પણ પ્રકાશ મહેરાએ જોખમ લીધું. એક એવા અભિનેતા અમિતાભને લઈને કે જેમની શરૂઆતની લગભગ 7 ફિલ્મો નિષ્ફ્ળ ગઈ હતી.
એક તો પ્રકાશ મહેરાએ પહેલી વાર પોતાના રૂપિયા રોકી ફિલ્મ બનાવી હતી એક નિષ્ફ્ળ અભિનેતા સાથે ફિલ્મ બનાવવી બહુ હિંમત માંગી લે એવું કામ હતું અમિતાભને તો પ્રકાશ મહેરા ઓળખતા પણ નહોતા. અમિતાભને લેવા પ્રકાશ મહેરાને સલીમ જાવેદે સમજાવ્યા હતા અમિતાભની ભલામણ કરી હતી સલીમ જાવેદે અમિતાભની પરવાના અને મહેમુદવાલી બોમ્બે ટુ ગોવા જોઈ હતી સલીમ જાવેદે વિતરકોને પણ જંજીર વેચવામાં મદદ કરી હતી એંગ્રી યંગ મેન ફિલ્મ ઉધોગમાં સૌથી વધુ ટકાઉ ફોર્મ્યુલા છે જેને એક પછી એક હિટ ફિલ્મો આપી છે સલીમ જાવેદની આ ફોર્મ્યુલાએ અનેક અભિનેતાને સ્ટાર બનાવી દીધા છે.
સલીમ જાવેદની પટકથાની કમાલ એ હતી કે શેરખાન પ્રાણ સાથેની દોસ્તી અને વિલન તેજા અજિત સાથેની દુશ્મનીને એવી રીતે રજુ કરવામાં આવી હતી કે તેની આખી વાર્તા તમને ખુરશી પર જકડી રાખે. ફિલ્મની શરૂઆતના દ્રશ્યોથી ફિલ્મ જમાવટ કરે છે શરૂઆતના પ્રાણ અને અમિતાભ દ્રશ્યો યાદગાર હતા. જેમાં પ્રાણ કહે છે ” ઈલાકે મેં નયે આયે હો વરના શેરખાન કો કોન નહીં જાણતા? અમિતાભ જોરદાર જવાબ આપતાં કહે છે જબ તક બેઠને કો કહા નહીં જાયે શરાફત સે ખડે રહો યે પુલીસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં હે. અમિતાભ અને પ્રાણ વચ્ચેની શરૂઆતની દુશ્મની અને પછી ગહેરી દોસ્તી અને અમિતાભ અને અજિત વચ્ચેની દુશ્મનીને સલીમ જાવેદે કમાલ રીતે પેશ કરી હતી.
ફિલ્મમાં અમિતાભ અને પ્રાણની દોસ્તીનો મહિમા કરતું ગીત ” યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી ” સુપર દુપર હિટ રહ્યું હતું. આ ગીત માટે જંજીરના ગીતકાર ગુલશન બાવરાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. જંજીર આજે પણ જુવો તો પૈસા વસુલ ફિલ્મ છે.

આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!