બાબરા ધારાસભ્ય શ્રી ઠુંમરની અસરકારક રજુઆતથી PGVCL સબ ડિવિઝનમાં પાંચ કર્મીઓની નિમણૂક

બાબરા ધારાસભ્ય શ્રી ઠુંમરની અસરકારક રજુઆતથી PGVCL સબ ડિવિઝનમાં પાંચ કર્મીઓની નિમણૂક
Spread the love

બાબરા તાલુકાના કોટડાપીઠામાં પીજીવીસીએલનો ફોલ્ટ સેન્ટર કાર્યરત પૂરતો સ્ટાફ ફાળવાયો દસ જેટલા ગામના લોકોનો બાબરા સુધીનો ધખો મટ્યો.

સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમરની અસરકારક રજુઆત બાબરા તાલુકના કોટડાપીઠામાં પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરમાં અપૂરતા સ્ટાફના અભાવે આજુબાજુના દસ જેટલા ગામના લોકોનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી કારણ કે રહેણાંક કે ખેતીવાડી કનેક્શનમાં ફોલ્ટ સર્જાય તો કોટડાપીઠા સહિતના આસપાસ દસ જેટલા ગામના લોકો તેમજ ખેડૂતોને બાબરા ખાતેની ગ્રામ્ય ઝોન ની પીજીવીસીએલની કચેરીનો સંપર્ક કરવો પડતો હતો અને જો સંપર્ક નો થાય તો બાબરા સુધી નો ધખો થતો હતો જેના કારણે ખેડૂતો અને ગામલોકો ભારે કંટાળી ગયા હતા.

ગામ લોકો અને ખેડૂતોની રજુવાતના કારણે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા તાત્કાલિક અસરથી પીજીવીસીએલની જિલ્લા કચેરીમાં લેખિતમાં રજુઆત કરી કચેરીમાં પૂરતા સ્ટાફ ફાળવી કામગીરી કરવાની રજુઆત કરતા તાત્કાલિક અસરથી કોટડાપીઠા ફોલ્ટ સેન્ટરમાં પાંચ જેટલા વિવિધ કર્મચારીઓ પીજીવીસીએલ અમરેલી દ્વારા લાઈનમેન, લાઈન ઇન્સપેક્ટર, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ, સહિતના પાંચ જેટલા વિજકર્મીઓ ફાળવવામાં આવતા ખેડૂતો અને ગામલોકોમાં ભારે રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!