અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન
Spread the love

કુકાવાવ આઈ.ટી.આઈ નો નેતૃત્વ હેઠળ ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર અમરાપુરમાં ચાલતા વિવિધ કાર્યો જેવા કે કોમ્પ્યુટર, સીવણ ક્લાસ, તથા બ્યુટી પાર્લર જેવા ટૂંકા ગાળાના કોર્ષ કાર્યરત છે જેનો લાભ અમરાપુરના અને આજુ બાજુના ગામના લોકોએ લીધેલ છે ત્યાં આજરોજ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું માર્ગદર્શન કુકાવાવ આઇટીઆઇના પ્રિન્સીપાલ શ્રીમતી એમ.વી.વ્યાસ તથા યુ. જે. હરમા સાહેબ દ્વારા કરવામા આવ્યુ હતુ જેનો લાભ  મોટી  સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓએ,વાલીઓ તથા ગામ લોકોએ લીધો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો શ્રી યુ જે હરમા તથા પીડી લાઈટ તરફથી ચંદ્રેશભાઇ પંડયા સરપંચ શ્રી સુખાભાઈ વાળા તથા ઉપસરપંચ શ્રી અશોકભાઈ ભીમાણી તથા  રમેશભાઇ વસાણીનું સ્વાગત  કૌશલ્ય વર્ધન કેન્દ્રના કો-ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ નારીગરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવતા કેવીકે સ્ટાફમાં વિજયભાઈ નારીગરા, સાગરભાઇ સાદરાણી, દક્ષાબેન તેરૈયા, મીનાબેન સોડાગર તથા મહેશભાઈ ગળચર દ્વારા ખુબજ મહેનત કરવામાં આવેલ છે.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!