ટ્રમ્પને અમદાવાદમાં મચ્છર ન કરડે એ માટે કરાશે કરોડો રૂપિયાનો ધુમાડો…!!

ટ્રમ્પને અમદાવાદમાં મચ્છર ન કરડે એ માટે કરાશે કરોડો રૂપિયાનો ધુમાડો…!!
Spread the love

નરેન્દ્ર મોદીને અમેરિકા બોલાવીને ડોનાલ્ડ ‘હાવ ડી મોદી’ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગુજરાતને ‘નમસ્તે ટ્રમ્પ’ કરવાનો લાભ આપવા માટે આગામી ૨૪ ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સજોડે ગુજરાત આવનાર છે ત્યારે ટ્રમ્પને ગુજરાત પ્રવાસ દરમિયાન જાને હવાની લહેરખી પણ ન અડકે એવી જડબેસલાક અને ચીવટપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના માત્ર ૨૧૦ મિનિટના રોકાણ માટે લગભગ દોઢસો કરોડનો ખર્ચો કરીને ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદીઓ આતુર છે ત્યારે અમદવાદમાં આવ્યા બાદ ડોનાલ્ડ તરંપને મચ્છર ન કરડે એ વાતની પણ તકેદારી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર સજાગ થયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવે એ પહેલા ટ્રમ્પની સલામતી માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર એલર્ટ થયું છે. ડોનાલ્ડ ટ્રામને મચ્છર ન કરડે એ હેતુથી અમદાવાદ મ્યુન્સીપાલટી લખો રૂપિયાનો ઘુમાંડો કરવા જઈ રહી છે. આજથી ૧૭ ફેબ્રુઆરી સોમવારથી તારીખ ૨૪ ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રામ જ્યાં સુધી સ્ટેડિયમની બહાર ન નીકળે ત્યાં સુધી અમદાવાદ મ્યુ. દ્વારા ૨૪ જેટલા ફોગીંગ મશીન સતત ચાલુ રાખશે. ચાર મોટા વાહનો અને ૨૦ નાના વાહનો દ્વારા ૨૪ ફોગીંગ મશીન સતત એક અઠવાડિયા સુધી ચાલુ રહીને શહેરના મચ્છરોને ભગાડશે. અને ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમની બહાર નીકળીને અમદાવાદમાંથી વિદાય લે પછી જ આ ફોગીંગ મશીન બંધ કરવામાં આવશે. આમ ટ્રમ્પને મચ્છર ન કરડે એ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવશે.

આ જ કારણોથી અમદાવાદ મ્યુ. તંત્ર દ્વારા રવિવારથી જ સ્ટેડિયમની અંદર પોર્ટેબલ ફોગીંગ મશીન દ્વારા સ્ટેડિયમની અંદર અને બહારની સાઈડ ફોગીંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ મામલે મ્યુ. હેલ્થ ઓફિસર ભરત સોલંકીએ ઓફિશિયલ જાણકારી આપી હતી કે સોમવાર ૧૭ ફેબ્રુઆરીથી લઈને ૨૪ ફેબ્રુઆરી સુધી ચાર હેવી વિહિકલ અને ૨૦ નાના વાહનો આમ કુલ ૨૪ ફોગીંગ મશીન ચાલુ રાખવામાં આવશે અને સ્ટેડીએમની અંદર અને બહાર મોટેરા વિસ્તારમાં એક પણ મચ્છર ન ફરકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના નામે અમદાવાદનો એક વિસ્તાર તો મચ્છરમુક્ત થઇ શકશે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે હાલ મ્યુન્સીપાલિટી જે દોડધામ કરી રહી છે એ બતાવી રહ્યું છે કે તંત્ર ધારે તો બધું જ કરી શકે છે, ટ્રમ્પની ૨૧૦ મિનિટની મુલાકાત માટે જો મોટેરા જેવા મોટા વિસ્તારને મચ્છરમુક્ત કરી શકાતો હોય, તો શહેરીજનોને મચ્છરજન્ય બીમારીથી બચાવવા શહેરની મચ્છરમુક્ત ન કરી શકાય…?

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!