વિસાવદરના મોણીયા ગામની વાડી વિસ્તારમાથી ઈંગ્લીશ દારૂ જડપી પડ્યો

વિસાવદરના મોણીયા ગામની વાડી વિસ્તારમાથી ઈંગ્લીશ દારૂ જડપી પડ્યો
Spread the love

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીન્દરસિંગ પાવર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા તથા પ્રોહીબિશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી, પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે.

પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા રાખેલ ખાસ ઝુંબેશ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તા ૧૬/૦૩/૨૦૨૦ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એન.આર. પટેલ, તથા સ્ટાફના પો હેડ કોન્સ. જે.પી.મેતા, પો.હેડ કોન્સ.એમ.જી.આખેડ,પો.કોન્સ. પો.કોન્સ.રણવીરસિંહ તથા પો.કોન્સ. વિપુલભાઈ સહિતના માણસોની ટીમ દ્વારા વિસાવદર એ બીટ વિસ્તારના મોણીયા ગામની મળેલ બાતમી આધારે આરોપી ફેજલ રજાકભાઈ કાળવાતર ઉ.વ.૨૮ રહે.મોણીયા પોતાના વાડીના મકાનમાં ઇંગલિશ દારૂનો જથ્થો ROYAL STAG બોટલ નંગ ૧૭ કિ.રૂ. ૬૮૦૦ તથા મો.ફોન નંગ ૦૧ કી.રૂ. ૨૦૦૦ કુલ મુદ્દામાલ ૮૮૦૦ સાથે પકડી પાડેલ છે.પો.હેડ કોન્સ.જે.પી.મેતા દ્વારા સરકાર તરફ ફરિયાદી બની, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ભારતીય બનાવટનો વિદેશી દારૃ ક્યાંથી લાવેલ છે, કોને આપવાનો હતો, પકડયેલ આરોપી કોઈ ગુન્હામાં પકડવાનો બાકી, વોન્ટેડ કે સંડોવાયેલ છે કે કેમ…? તે બાબતે વધુ તપાસ વિસાવદર પોલીસ સ્ટેશન ના પો.ઇ. એન.આર. પટેલ, હે.કો. અવિનાશભાઈ, જે.પો. મેતા, સહિતની ટીમ દ્વારા પૂછપરછ કરી, હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200317-WA0011.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!