મહારાષ્ટ્ર : દેશમુખ સાથે આઈજાના રાષ્ટ્રીય પ્રમુખ હાર્દીક હુડીયાએ સંદેશો પાઠવ્યો

મહારાષ્ટ્ર : દેશમુખ સાથે આઈજાના રાષ્ટ્રીય પ્રમુખ હાર્દીક હુડીયાએ સંદેશો પાઠવ્યો

કોરોનાની મહામારીને નાથવા માટે યુધ્ધ નાં ધોરણે કાર્યમાં વ્યસ્ત ગૃહમંત્રી અનિલજી દેશમુખ નો આશ્વાસન ભર્યો પ્રત્યુત્તર આપ્યો હતો,આજે પુરા વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ ગઇ છે. ભારત પણ આ ગંભીર વૈશ્વિક મહામારીનાં ગંભીર કાળમાંથી પસાર થઈ રહેલ છે.ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને મહારાષ્ટ્ર માં કોરોના નું સંક્રમણ દિવસે ને દિવસે ગંભીર સ્વરૂપ લઇ રહયું છે.પુરા દેશ માં લોકડાઉન છે. લોકો કોરોના સંકટને પગલે લોકડાઉન માં પોતાના ઘરોમાં બંધ છે.આવી વિકટ પરિસ્થિતિ માં પણ જેઓ હમેંશા ધર્મ અને ગુરૂ ભગવંતો માટે , તેમની ગોચરી પાણી તથા વૈયાવચ્ચ માટે સદૈવ જાગૃત રહેતા ઓલ ઇન્ડિયા જૈન જનૉલિસ્ટ એશોશિયેશનનાં સ્થાપક અધ્યક્ષ હાર્દિક જી હુંડીયા એ જૈન સાધુ ભગવંતોને ગોચરી પાણી માટે બહાર નીકળવાની પરવાનગી માટે એક સંદેશ મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી શ્રી અનિલ દેશમુખને પાઠવ્યો.

આ સંદેશમાં હાર્દિક જી હુંડીયા એ વિશ્વ વંદનીય જૈન ધર્મ નાં મહામુલા સિધ્ધાંત અને જૈન સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ વિશે સવિસ્તાર અવગત કરાવતા તેઓ એ તેમનાં સંદેશ માં કહ્યું કે પુજનીય ગુરૂ ભગવંત આત્મા નાં કલ્યાણ હેતુ, ધર્મ ની રક્ષા હેતુ સંસાર ની ભૌતિકતાનો ત્યાગ કરે છે. તેઓની પાસે કેવળ બે જોડી કપડાં અને ગોચરી પાણી માટે પાત્રા હોય છે. ઘરે-ઘરે જઈને તેઓને તેમની ગોચરી પાણીની વ્યવસ્થા કરવી પડતી હોય છે. તેઓને તેમની આ જરૂરિયાત માટે બહાર નિકળવા માટે સરકાર પરવાનગી આપે.

મહારાષ્ટ્ર ની રાજનીતિમાં જેમની સક્રિયતા પ્રથમ સ્થાન પર છે એવા મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખજી આ દિવસોમાં રાજ્યમાં ફેલાઇ રહેલ કોરોના વાયરસની ભયંકર પરિસ્થિતિ ને નાથવા માટે યુધ્ધ નાં ધોરણે હર સંભવ પ્રયાસ કરી રહ્યા છે. મુંબઈ અને મહારાષ્ટ્રનાં સંવેદનશીલ વિસ્તારમાં પોતે જાતે જઈને સ્થિતિ ની ગંભીરતા ની ચકાસણી કરી રહ્યા છે આવી વ્યસ્ત અને ગંભીર પરિસ્થિતિમાં પણ તેઓએ આઈજા અધ્યક્ષ હાર્દિક જી. હુંડીયા દ્રારા પાઠવેલ સંદેશાનો પ્રત્યુત્તર આપતા અને ધર્મનું સમ્માન કરતાં તેમના સંદેશમાં જણાવ્યું કે કોરોના એક સંક્રમિત બિમારી છે જે કોઈને પણ થઈ શકે, કોઈ પણ સ્થળે થઈ શકે છે.  વર્તમાનમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં આ બિમારી નાં પ્રકોપે ઉગ્ર રુપ પકડ્યું છે.

આવી પરિસ્થિતિમાં સાધુમ હાત્માઓનાં સ્વાસ્થ્ય સબંધી જાગૃત રહેવાની આપણાં સૌની ફરજ છે. તે સાથે વધુ માં જણાવતાં તેઓએ તેમનાં સંદેશ માં તેઓએ રાજય સરકાર તરફથી આશ્વાસન આપતાં જણાવ્યું કે જૈન સાધુ સાધ્વીજી માટે જરુરત પડવા પર રાજ્ય સરકાર તેમની ગોચરી પાણીની વ્યવસ્થા કરશે. આ વાત જણાવતાં આઈજા અધ્યક્ષ હાર્દિક જી હુંડીયા એ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારનાં ગૃહમંત્રી શ્રી અનિલ દેશમુખ નો આવા સંકટ નાં સમયે પણ ત્વરિત પ્રત્યુત્તર આપવા માટે સમસ્ત જૈન સમાજ તરફથી તેમનો આભાર માનું છું. આજની પરિસ્થિતિ નાં ગંભીર સંકટકાળ માં પણ માનવતા તથા ધર્મ પ્રત્યે ઉદાર ભાવના રાખવા વાળા અનિલ દેશમુખ સાચા અર્થ માં પ્રજા પાલક છે. હાર્દિક જી હુંડીયા એ દેશ નાં તમામ જૈન સંઘો ની ભૂરી ભૂરી અનુમોદના કરતાં જણાવ્યું કે જૈન સાધુ સાધ્વીજી મહારાજસાહેબ ના વૈયાવચ્ચ માટે દરેક સંઘે ઉતમ વ્યવસ્થા કરેલ છે.

IMG-20200529-WA0023.jpg

Spread the love
Right Click Disabled!