જૂનાગઢ પોલીસે મોટરસાઇકલ ચોરનાર માણાવદરના આરોપીને ઝડપી જેલહવાલે કર્યો

જૂનાગઢ પોલીસે મોટરસાઇકલ ચોરનાર માણાવદરના આરોપીને ઝડપી જેલહવાલે કર્યો
Spread the love

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ અને ગંભીર ગુન્હાઓ ડિટેકટ કરી, આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લાના તમામ પોલીસ અમાલદારોને ખાસ સૂચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમા શાંતેશ્વર મંદિર પાસે, ભવાનીનગર, જૂનાગઢ ખાતે રહેતા અને ગેરેજનો ધંધો કરતા ફરિયાદી રાજુભાઇ બાલુભાઈ મકવાણા જાતે ખાંટ દરબારનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જીજે-11-AG-2990 કિંમત રૂ. 20,000/- જુનાગઢ દોલતપરા, અમીન ગેરેજ પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલ હતુ. આ બાબતે ફરિયાદી રાજુભાઇ બાલુભાઈ મકવાણાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પો.સ.ઇ. વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ વી.આર.ચાવડા, સ્ટાફના હે.કો. સંજયભાઇ, વનરાજસિંહ, અનકભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઈ, દીનેશભાઇ, ભનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ આ વાહન ચોરીના ગુન્હામાં સંડૉવાયેલ આરોપી અફઝલ મુસાભાઈ ગામેતી ઉવ. 28 રહે. ગૌતમનગર સોસાયટી, માણાવદર જિ. જુનાગઢને ચોરીમાં ગયેલ વાહન હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જીજે-11-AG-2990 કિંમત રૂ. 20,000/- સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અફઝલ મુસાભાઈ ગામેતીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને અગાઉ આ અમીન ગેરેજ વાળા સાથે ટ્રક રિપેરિંગ બાબતે ઝઘડો થતા, તેનો બદલો લેવા માટે પોતે આ મોટર સાયકલની ચોરી કરેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપી અન્ય કોઈ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલા વોન્ટેડ છે કે કેમ…? બીજા કોઇ વાહન ચોરીના ગુન્હાઓ આચરેલા છે કે કેમ… ? વિગેરે બાબતે નામદાર કોર્ટમાં રજૂ કરી, દિન 03ના પોલીસ રિમાન્ડ માંગતા, નામદાર કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામા આવેલ હોઇ, આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200628-WA0022.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!