રાજકોટ : આસપાસ કોરોનાના એક સાથે 7 કેસ નોંધાતા આરોગ્ય વિભાગે દોટ મૂકી

રાજકોટ : આસપાસ કોરોનાના એક સાથે 7 કેસ નોંધાતા આરોગ્ય વિભાગે દોટ મૂકી
Spread the love

રાજકોટ : આજે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ કોરોનાના એક સાથે ૭ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે દોટ મૂકી હતી. રાજકોટ શહેરમાં જરૂરી કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગનો કાફલો વિસ્તારમાં દોડી આવ્યો હતો. અને પોઝીટિવ આવેલ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે નોંધાયેલ વિસ્તારને સેનેટાઇઝ કરી દર્દીના સંપર્કમાં આવેલ લોકોને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજે વધુ ૭ કેસ નોંધાતા. આજના દિવસમાં ૧૨ કેસ નોંધાઈ ચૂક્યા છે.

જ્યારે શહેરમાં કુલ કેસનો આંકડો ૨૦૭ પર પહોંચી ગયો છે. પ્રગ્નેશભાઈ મુકુન્દરાય દવે ઉ.૪૩ સ્વામીનારાયણ ચોક. જયેન્દ્રભાઈ શાંતિલાલ મોદી ઉ.૬૨ પુજારા ટેલીકોમની સામેની શેરી, એસ્ટ્રોન ચોક. કિશનભાઈ પ્રકાશભાઈ રાવલ ઉ.૨૬ ગોંડલ ચોકડી, રિદ્ધી સિદ્ધી પાસે. ધર્મેશ રામાણી ઉ.૩૮ ઢેબર રોડ. વિજયભાઈ અરવિંદભાઈ ઉ.૩૨ વેદિક વિહાર સોસાયટી શેરીનં.૨ મોરબી રોડ. રૂપલબેન રાકેશભાઈ રાજદેવ ઉ.૪૪ વિમલ-૩, ગુંદાવાળી ચોક, ગુંદાવાળી મેઈન રોડ. સેવાભાવિ કાનુડા મિત્ર મંડળના રાકેશભાઈ રાજદેવના પત્ની છે. રીન્કલ ટીલવા ઉ.૩૮ ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ પાછળ રાજકોટ.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200702-WA0014.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!