રાજકોટ : કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને B ડિવિઝન પોલીસે જેલમાં ધકેલી દીધા

રાજકોટ : કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને B ડિવિઝન પોલીસે જેલમાં ધકેલી દીધા
Spread the love

રાજકોટ શહેરની ભગીરથ સોસાયટીના કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને બી.ડિવિઝન પોલીસે પાસાનું વોરંટ ઇસ્યુ કરી સુરત જેલમાં ધકેલી દીધા છે. બંને વિરુદ્ધ દારૂ, હત્યાની કોશિષ, મારામારી સહીત ૨૪ જેટલા ગુનાઓ નોંધાયા હતા. શહેરમાં દારૂનું દુષણ ડામવા માટે બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. રીઢા બુટલેગરોને હવે પાસાનું પુંઠઠુ આપવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા અને વર્ષોથી દારૂ વેચવાનો ગોરખ ધંધો કરતા કુખ્યાત બુટલેગર દિલીપભાઈ કરશનભાઇ ચંદારાણા અને તેના પુત્ર પ્રતીક દિલીપભાઈ ચંદારાણા સામે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા જે.સી.પી અહેમદ, ડી.સી.પી મીણા, એ.સી.પી રાઠોડની સૂચનાથી બી.ડિવિઝન P.I એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર, વિરમભાઇ ધગલ, ચંદ્રસિંહ ઝાલા, અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, હેમેન્દ્રભાઈ વાધીયા, પરેશભાઈ સોંઢીયા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરા, પ્રથિકભાઈ રાઠોડ અને ચાંપરાજભાઈ ખવડ સહિતના સ્ટાફે બંને બુટલેગર પિતા-પુત્રને ઝડપી લઇ પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200705-WA0038.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!