ભાવનગર શિશુવિહાર અને સંજીવની હેલ્થ કેરને વાધ બકરી ચા દ્વારા મેડિકલ વાન અર્પણ

ભાવનગર શિશુવિહાર અને સંજીવની હેલ્થ કેરને વાધ બકરી ચા દ્વારા મેડિકલ વાન અર્પણ
Spread the love

ભાવનગર શહેર અને ગ્રામ્ય ક્ષેત્રમાં સેવાનો પર્યાય બની ચૂકેલ સંસ્થા શિશુવિહાર પ્રતિવર્ષ ૧૭૫ શિબીરો દ્વારા બાળકો અને વયસ્કોને આરોગ્ય સેવાથી લાભાન્વિત કરતી ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહાર તથા અમદાવાદથી સંજીવની હેલ્થ કેરને વાઘ બકરી ચા પ્રોસેસિંગ દ્વારા મેડિકલ વેન અર્પણ કરવામાં આવ્યું. ૫.ઓગસ્ટે ટી હાઉસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રશેસ ભાઈ દેસાઈ.. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પારસ દેસાઈ અને પરાગ દેસાઈ તેમજ full time ડિરેક્ટર પ્રિયમ પરીખ દ્વારા શિશુવિહારની સેવા ને બિરદાવવામાં આવી.

આ પૂર્વે શિવાનંદ આશ્રમમાં સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ દ્વારા પૂજન અને આશીર્વાદથી શિશુવિહારની માનવ સેવાને પ્રેરણા બળ મળ્યું હતું. અવૈધિક તાલીમ દ્વારા સર્વાંગી બાળવિકાસના હેતુને વિસ્તારતા શિશુવિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત સતત સાતમા વર્ષે તૈયાર થયેલ અતુલ્ય ભારત વિષયે બાળ ચિત્રોના કેલેન્ડરનું પણ બંને પરિસરમાં વિમોચન થયું હતું.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200806-WA0011.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!