પ્રકૃતિ રક્ષા અભિયાનનો વધુ એક સંવેદનશીલ પ્રયાસ..!!

પ્રકૃતિ રક્ષા અભિયાનનો વધુ એક સંવેદનશીલ પ્રયાસ..!!
Spread the love

એક સમયે ‘‘ગ્રીન સિટી’’નું બિરૂદ ધરાવતા ગાંધીનગરમાં જાણે હવે વૃક્ષોને કાપવાની ફેશન આવી છે, શહેરના સેક્ટર-૨૨માં આંતરિક માર્ગને પહોળો કરવાના બહાના તળે આશરે ૩૦૦ જેટલા વૃક્ષોનું છેદન કરવાનુ નિયત કરવામાં આવ્યું હોવા સામે શહેરના પ્રકૃતિ પ્રેમી નાગરિકો દ્વારા ‘‘પ્રકૃતિ રક્ષા અભિયાન’’ના નેજા હેઠળ વિનમ્ર આંદોલન છેડવામાં આવ્યુ છે.

જેને શહેરના નાગરિકો ઉપરાંત શોશ્યલ મિડીયા પર પણ ભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ રવિવારે પ્રકૃતિ રક્ષા અભિયાનના સ્વયંસેવકોએ સેક્ટર-૨૨ના રહીશો જેઓ પોતે પણ આ વૃક્ષ છેદનથી વ્યથિત છે અને તેમના આંગણે વિકસેલા વૃક્ષને કપાતુ જાેવા તૈયાર નથી ત્યાં બોર્ડ લગાડ્યા હતા જેમાં લખ્યુ છે કે ‘‘આ વૃક્ષ અમારા ઘરનુ સભ્ય છે’’ તેમજ ‘‘જેણે જાણી માની મમતા, એજ જાણે કપાયેલ વૃક્ષના યાતના’’

IMG-20210113-WA0062.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!