રાજકોટ માં આવતી જતી ૩૨ જેટલી બસનું રાત્રી કર્ફ્યુ સમયમાં બદલાવની અસર

રાજકોટ માં આવતી જતી ૩૨ જેટલી બસનું રાત્રી કર્ફ્યુ સમયમાં બદલાવની અસર
Spread the love

રાજકોટ બસપોર્ટ પરથી ઉપડતી સુરતની ૧ બસ, અમદાવાદ-૪ અને મહુવા નવસારીની ૨ બસ સહિત લોકલ પણ ૩૨ જેટલી બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી પડશે. રાજકોટ શહેરમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ હવે કોઈ બસ શહેરમાં નહીં આવે અને રાજકોટ બાયપાસ થઈને જ પરત જશે. રાજકોટ શહેરમાં આજથી રાત્રીના ૧૦ વાગ્યાથી કફયુનો અમલ કરાશે. જેના પગલે રાજકોટથી બહારગામ રાત્રી મુસાફરી કરતા યાત્રીકોને પણ મુશ્કેલી પડશે. રાજ્યના શહેરોમાંથી કોઈપણ S.T બસ રાજકોટમાં પ્રવેશી શકશે નહીં અને રાજકોટથી ઉપડતી તમામ S.T બસ જે તે શહેરમાં પહોંચી જાય તે રીતે સમય નક્કી કરી દોડાવવામાં આવશે. રાજકોટ-સુરત સવારે ૧૧:૪૫ કલાક, રાજકોટ-અમદાવાદ બપોરે ૧૨:૧૫ કલાક, રાજકોટ-મહુવા બપોરે ૧:૦૦ કલાક, રાજકોટ-અમદાવાદ સાંજે ૫:૨૦ કલાક, રાજકોટ-મહુવા સાંજે ૭:૦૦ કલાક, રાજકોટ-અમદાવાદ બપોરે ૧:૦૦ કલાકે, રાજકોટ-નવસારી રાત્રે ૯:૪૫, ૧૦:૩૦ કલાક, રાજકોટ-અમદાવાદ સાંજે ૬:૧૫ વાગે ઉપડનારી ૧૦ જેટલી રાજકોટ ડેપોની બસોના પૈડા આજ રાતથી થંભી જશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!