સોનારડા ગામે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

Spread the love

જિલ્લામાં મોટા પ્રમાણમાં જુદી જુદી રીતે જુગાર રમાઈ રહ્યું છે. ત્યારે પોલીસે દ્વારા આવા જુગારીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પેટ્રોલિંગ કરી આવા જુગારીઓને ઝડપી પાડવા સજ્જ બની છે. ત્યારે ગાંધીનગર તાલુકાના સોનારડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા. ડભોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે સોનારડા ગામે ડેરાવાળા વાસમાં લાઈટના થાંભલા નીચે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ગામના લાલસિંહ રણછોડજી ઠાકોર (36 વર્ષ, નદિવાળો વાસ), મહોતજી શકરાજી ઠાકોર (32 વર્ષ, ડેરાવાળો વાસ), લાલસિંહ નેનાજી ઠાકોર (38 વર્ષ, ડેરાવાળો વાસ), સંદિપજી બોથાજી ઠાકોર (22 વર્ષ, ડેરાવાળો વાસ), બળદેવજી શનાજી ઠાકોર (55 વર્ષ, ડેરાવાળોવાસ) તથા લાલાજી અમથાજી ઠાકોર (40 વર્ષ, સ્વામિનારાયણ મંદિરવાસ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેઓ પાસેથી પોલીસે 5220 રૂપિયા રોકડા જપ્ત કરીને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

Right Click Disabled!