ભરૂચ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 જાન્યુઆરીના રોજ યોજાશે

Spread the love
  • તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪મી જાન્યુઆરીના રોજ યોજાશે
  • કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ તા. ૨૪મી જાન્યુઆરીએ દરેક તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તા. ૨૫મી જાન્યુઆરીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

તા. ૨૪મી જાન્યુઆરી રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ઝઘડિયામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેત્રંગ તાલુકામાં તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ (ગ્રામ્ય) તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવા જણાવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૨૪મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે – તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક તાલુકામાં જે તે તાલુકાના નાયબ કલેકટરશ્રી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે તેમ જિલ્લા કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)

Admin

Admin

9909969099
Right Click Disabled!