ગાંધીનગરના જય મહેતાની રાઇફલ શૂટિંગ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ

ગાંધીનગરના જય મહેતાની રાઇફલ શૂટિંગ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ
Spread the love

તાજેતરમાં પંજાબ સ્ટેટ રાઇફલ એસોસિએશન અને ધ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પટિયાલા ખાતે તા. ૦૬/૦૧/૨૦૨૪ થી ૦૯/૦૧/૨૦૨૪ સુધી NRAI શોટગન રેફરી કોર્સ યોજાયો હતો જેમાં દેશભરના માત્ર ૨૦ રેફરીનું ચયન થયું હતું. આ કોર્સમાં ગાંધીનગરના રીનાઉન શૂટર અને જજ એવા જય મહેતાનું પણ ચયન થયું હતું. જેમાં તેઓએ કોર્સની તમામ પરીક્ષામાં ઉચ્ચ માર્ક્સ સાથે કોર્સ પાસ કરીને ગુજરાતના સૌથી નાની વયના શોટગન રેફરી તરીકે નામના પ્રાપ્ત કરી છે.

આ અગાઉ જય મેહતા સૌથી નાની વયના રાઇફલ તથા પિસ્તોલ ઇવેન્ટના આંતરરાષ્ટ્રીય જજ એન્ડ જ્યૂરી તથા પ્રિ-નેશનલ લેવલની પ્રતિયોગીતાના ચીફ રેન્જ ઓફિસર તરીકે સેવા આપી ચુક્યા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ જય મેહતા રાઇફલ, પિસ્તોલ અને શોટગન એમ રાઇફલ શૂટિંગની તમામ ઇવેન્ટના ગુજરાતના સૌથી નાની વયના જ્યૂરી બન્યા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સ્ટેટ રાઇફલ શૂટિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી મનીષભાઈ પટેલ તથા ગાંધીનગર જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી માહેશભાઈ સોલંકી, હિતેન્દ્રસિંહ રાઠોડ, ગજેન્દ્રસિંહ બારડ અને નટુભાઈ લાડાણી સહિતના હોદ્દેદારોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!