શ્રી લોહાણા મહાજન વેરાવળ અને આરોગ્ય વિભાગ ગીર સોમનાથનાં સહયોગથી વેક્સિનેશન ઝુંબેશનું આયોજન કરાયું

શ્રી લોહાણા મહાજન વેરાવળ અને આરોગ્ય વિભાગ ગીર સોમનાથનાં સહયોગથી વેક્સિનેશન ઝુંબેશનું આયોજન કરાયું
Spread the love

આરોગ્ય વિભાગ ગીર સોમનાથ તથા શ્રી લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ શ્રી વિક્રમ તન્નાના ઉપક્રમે ભરત ચોલેરાના સહયોગથી વેરાવળ શહેરને કોરોના મહામારીના ભરડામાંથી મુક્ત કરાવવા માટે તેમજ તમામ શહેરીજનોના સ્વાસ્થ્યની જાળવણી માટે 18 વર્ષ થી 44 વર્ષની વયના તમામ લોકો માટે ‘વેક્સીનેશન ઝુંબેશ’ નું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી ખાતે તા 08/06/21 ને મંગળવાર ના રોજ અગાઉ થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા લાભાર્થીઓને વેકશીન નો લાભ મળી રહે તેવા શુભ હેતુ થી આ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમા આરોગ્ય વિભાગ ટીમ વતિ મેહુલભાઈ ચુડાસામા, આશાબેન ઠક્કર, સાથે વિક્રમભાઈ તન્ના, કપિલભાઈ મહેતા, ભારતિબેન ચંદ્રાણી, બીપીનભાઈ અઢીયા, ધીરૂભાઇ ચંદે,બડાભાઈ, કીશનભાઈ જેઠવા, કમળાબેન, હંસાબેન પાબારી, જીતુભાઈ ખખ્ખર, મહેશભાઈ દતાણી, અનિષ રાચ્છ. વિગેરે સેવાકીય યુવાનો હાજર રહી દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાવેલ હતુ.

રિપોર્ટ:- પરાગ સંગતાણી, વેરાવળ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!