રાજકોટ ના ધંધાર્થીઓએ ફરજીયાત (R.T.P.C.R) ટેસ્ટ કરાવવો પડશે. રાજકોટ કલેકટર જાહેરનામું

રાજકોટ ના ધંધાર્થીઓએ ફરજીયાત (R.T.P.C.R) ટેસ્ટ કરાવવો પડશે. રાજકોટ કલેકટર જાહેરનામું
Spread the love

રાજકોટ ના જીલ્લા કલેકટર રેમ્યા મોહને આજ રોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ધંધાર્થીઓ ને ધંધો ચાલુ રાખવા માટે (R.T.P.C.R) ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. આ જાહેરનામુ શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતાઓ, હોટલ તથા રેસ્ટોરન્ટના કર્મચારીઓ, ખાણીપીણીની લારી વાળા, રીક્ષા, ટેકસી ભાડે ફરતા વાહનોના ડ્રાઈવરો તથા કલીનર, પાનના ગલ્લા વાળા-ચાની કીટલીવાળા કે દુકાનવાળા, હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો, ખાનગી સીકયુરીટીના ગાર્ડજ તથા સ્ટાફ, સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો વગેરે , શોપીંગ મોલ, તથા શોપીંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા લોકોને લાગુ પડશે. આ તમામ ધંધાર્થીઓને કોવીડ નેગેટીવ હોવાનો (R.T.P.C.R) રીપોર્ટ ૧૦ દિવસથી વધુ સમયનો ન હોય તેવો ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. જે ધંધાર્થીએ રસીનો ડોઝ લીધો હશે. તેને (R.T.P.C.R) રીપોર્ટ કરાવવામાંથી મૂકિત મળશે. આ રસીનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગેય રજૂ કરવાનું રહેશે. આ જાહેરનામું ગ્રામ્ય વિસ્તારમાં તા.૯ થી ૩૦ જૂન સુધી અમલમાં રહેવાનું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં માટે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર પોલીસ અધિકારી અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામું કોને લાગુ પડશે. (૧) શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતાઓ, (૨) હોટલ તથા રેસ્ટોરન્ટના કર્મચારીઓ, (૩) ખાણી-પીણીની લારી વાળા, (૪) રીક્ષા, ટેકસી ભાડે ફરતા વાહનોના ડ્રાઈવરો તથા કલીનર, (૫) પાનના ગલ્લા વાળા, ચાની કીટલીવાળા કે દુકાનવાળા, (૬) હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો ખાનગી સીકયુરીટીના ગાર્ડઝ તથા સ્ટાફ, (૭) સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો વગેરે, (૮) શોપીંગ મોલ, તથા શોપીંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા લોકો.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!