ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાના બીજા દિવસે છ કોપીકેસ

Spread the love

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઈડલાઈન્સ મુજબ યોજાયેલ યુ.જી. સેમ-૫(પુરક) તથા પી.જી. અને બી.એડ. સેમ. ૨ અને ૪ તથા એલએલ.બી. સેમ. ૧ ની ઓફલાઈન પરીક્ષામાં આજરોજ બીજા દિવસે બે સેશનમાં ૭૯ કેંદ્રો ઉપર કુલ ૧૩૪૨૩ વિદ્યાર્થીઓમાંથી ૨૫૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

પરીક્ષામાં આજરોજ બી.એસસી. કેમેસ્ટ્રી, બી.કોમ. ઇકોનોમિકસ, બી.એ. અંગ્રેજી તથા બી.એડ.ના વિષયમાં વેરાવળ, કેશોદ, જૂનાગઢ, ડોળાસા તથા લોએજ ખાતે કુલ છ કોપીકેસ થયા હતા. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર કુલપતિશ્રી પ્રો.ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!