ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુઓ ના આર્શીવાદ લેતા ડભોઇ ના ધારાસભ્ય

ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુઓ ના આર્શીવાદ લેતા ડભોઇ ના ધારાસભ્ય
Spread the love

*ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુઓ ના આર્શીવાદ લેતા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા*

ડભોઈ ના ધારાસભ્ય શ્રી શૈલેશ ભાઇ મહેતા (સોટ્ટ) ડભોઇ ના બદ્રીનારાયણ મંદીર, બ્રહ્મકુમારી તેમજ સ્વામી નારાયણ મંદિર ખાતે ગુરપૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ લીધા હતા.
શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં પોતાના ગુરુ ને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા ના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમાનો ઈતિહાસ- ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે.આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે.આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિતે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સાથે ડભોઇ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે ગુરુઓ ના આશીર્વાદ લીધા હતા જ્યાં ડભોઇ નગર પાલિકાના પ્રમુખ કાજલ બેન કાલી ભાઈ દુલાણી,શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનપટેલ (વકીલ) ડૉ. બી.જે બ્રહ્મભટ્ટ,મહેશ દાજી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિશાલ શાહ બીરેન શાહ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

 

રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210723-WA0033.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!