બનાસકાંઠા જિલ્લાના લાખણી વિસ્તારમાં પાણી ની સમસ્યા બની વિકરાળ

બનાસકાંઠા જિલ્લાના લાખણી વિસ્તારમાં પાણી ની સમસ્યા બની વિકરાળ
Spread the love

બનાસકાંઠા જિલ્લામાં પાણીની જરુરીયાત પુણૅ નાં થવાનાં લીધે ખેડૂતો આજે ગામે ગામ સભા નું આયોજન કરી ને નવી માંગણી કરી રહ્યા છે જ્યારે ખેડૂત નાં ખેતરમાં અન્ન નહી હોય ત્યારે હજારો ને અન્ન ક્યાંથી મળશે છતાં સરકાર ની ઉંઘ ઉડતી નથી.સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતો ની સમસ્યાનો ઉકેલ લાવે નહિ તો ખેડૂતો પાસેથી વોટ મેળવવા માં હાથ ધોવાનો વારો આવશે તેવું નક્કી છે.બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગામોમાં પીયત કરવા માટે ભુગર્ભ જળ ઉંડા જતાં બોર ફેલ થવા લાગ્યા છે એટલે પીયત કરવા માટે પાણી ની સૌથી મોટી સમસ્યા ઉભી થઈ છે ગામે ગામ ખેડૂતો નર્મદા નહેર નહેરની માંગણી કરી રહ્યા છે ત્યારે થરાદ ના નાગલા ગામેથી મુખ્ય નહેર પસાર થાય છે અને તેના કારણે નાગલા આજુબાજુ નાં વિસ્તારમાં ચોવીસ કલાક પાણી નો ભરાવો રહે છે અને તેના કારણે લોકો ને રોજીંદા જીવન નિર્વાહ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યાં ના લોકો નર્મદા નહેર ને બીજે લ ઈ જવાની માંગણી કરી રહ્યા છે એટલે બનાસકાંઠા સંસદ સભ્ય દ્વારા બિજે નહેર ખસેડવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી હવે એક બાજુ નાગલા ગામ ના લોકો ની માંગણી છે કે નહેર બીજે લ ઈ જાવ અને લવાણા આજુબાજુ ના ગામો ની માંગણી છે કે સિંચાઈ માટે નહેર આપો ત્યારે થરાદ તાલુકાના નાગલા ગામો ના લોકો ની માંગણી સંતોષવા અને લાખણી તાલુકાના લવાણા આજુબાજુ ના ગામો ની માંગણી સંતોષવા માટે નર્મદા ની મુખ્ય કેનાલ દિયોદર તાલુકાના ગામોમાં થી વાયા કોટડા જાડાં ખાણોદર મોજરુ વજેગઢ લવાણા કુવાણા જેતડા પઠમડા ઝેટા ભોયડુ કુભારા મોગરોળ પીલુડા ઓતરોલ થ ઈ ને રાજસ્થાન ની મુખ્ય કેનાલ માં જોડવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામો ના ખેડૂતો ને સિંચાઈ કરવા માટે નર્મદા પાણી નો લાભ મળી શકે તેમ છે માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ની માંગણી નવા મુખ્યમંત્રી દ્વારા સંતોષવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાપર્ણ ન્યૂઝ બનાસકાંઠા

IMG-20210919-WA0028.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!